Skip to main content
Settings Settings for Dark

ડાંગ અને અમરેલી જિલ્લામાં તોફાની પવન સાથે પડેલા કમોસમી વરસાદે તારાજી સર્જી

Live TV

X
  • ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે.

    ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તોફાની પવન અને ગાજવીજ સાથે ત્રાટકેલા વરસાદના કારણે ઘણું નુકસાન પણ થયું છે.

    ડાંગ જિલ્લાના દુર્ગમ પહાડી વિસ્તાર એવા સોનગીર, ભેસકાતરી, ચિચોડ, શિવારીમાળ ગામમાં વાવાઝોડા સાથે આવેલા વરસાદે તારાજી સર્જી હતી. બપોરે આવેલા ચક્રવાતને કારણે અનેક ઘરના છાપરાં ઉડી ગયા હતા અને અનાજ તથા ઘરવખરી પલળી જતા સ્થાનિક લોકો દયનીય પરિસ્થિતિમાં મૂકાયા છે. તો બિલમાળ ગામે વીજળી પડતાં એક બળદનું પણ મોત થયું હતું.  

    આ તરફ અમરેલી જિલ્લામાં પણ વરસાદ સાથે ફૂંકાયેલા તોફાની પવનના કારણે ભારે નુકસાન થયું છે. ગતરોજ બાબરા પંથકમાં પણ વંટોળીયો વરસાદ પડતાં ભારે તારાજી સર્જાઈ હતી. બાબરા પંથકમાં 100 થી વધુ વીજપોલ અને વૃક્ષો ધરાશાઈ થયા હતાં. સાથે જ પાણી પુરવઠાની દીવાલ પણ જમીનદોસ્ત થઇ હતી. આ ઉપરાંત ખેતીના પાકમાં બાજરો, જાર, મગ, તલ સહિતના પાકોને પણ નુકસાન થયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply