Skip to main content
Settings Settings for Dark

GSHSEB એ ધોરણ 10 અને ધોરણ 12 માટેની પૂરક પરીક્ષાઓની તારીખ કરી જાહેર

Live TV

X
  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 માટેની પૂરક પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે.

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને  ધોરણ 12 માટેની પૂરક પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે. ધોરણ 10, ધોરણ 12  સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમા માટેની પૂરક પરીક્ષા આગામી 26 જૂનના રોજ લેવામાં આવશે. આ પરીક્ષાનું વિગતવાર સમયપત્રક આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે, પૂરક પરીક્ષા માટેના ફોર્મ ભરાવાની શરૂઆત આ પહેલાં જ થઈ ગઈ હતી. જેમાં ધોરણ 10માં એક, બે કે ત્રણ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ અને પરીક્ષામાં ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે. આ સાથે આ વખતે ધોરણ 12ના વિદ્યાર્થીઓ જે વિષયોમાં નાપાસ થયેલા છે તેની પરીક્ષા આપી શકશે સાથે જ જો કોઈ વિદ્યાર્થીઓ સમગ્ર પરીક્ષા ફરીથી આપવા ઈચ્છતા હોય તો તેઓ આ પૂરક પરીક્ષામાં ફોર્મ ભરી શકે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply