Skip to main content
Settings Settings for Dark

દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ કંડલાઃ આગામી સપ્તાહે મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2021 યોજાશે

Live TV

X
  • ભારતના બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ કંડલા ખાતે આગામી સપ્તાહે મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2021 યોજાઈ રહી છે. જે સમિટ પહેલા જ પોર્ટ પ્રશાસને કુલ 40 એમ.ઓ.યુ થકી 77 હજાર કરોડ જેટલું જંગી રોકાણ આવશે તેવું જણાવ્યું હતું. જેમાંથી 6,510 કરોડના 10 એમ.ઓ.યુ પર બુધવારે હસ્તાક્ષર કરીને પોર્ટ પ્રશાસન અને સબંધિત પાર્ટીઓ વચ્ચે તેનું આદાન પ્રદાન કરાયું હતું. તો સમિટને સંલગ્ન નવો દસ્તાવેજને પણ લોન્ચ કરાયો હતો. કંડલા પોર્ટમાં સ્ટીલ અને પેટ્રોલ કેમિકલ ક્ષેત્રે જ 55 હજારના એમ.ઓ.યુ સહિત કુલ 40 એમ.ઓ.યુ થકી કુલ 77,277 હજાર કરોડના રોકાણ આવશે. આમાંથી મહત્તમ પર અગાઉ MOU થઈ ચૂક્યાં હોવાનું જણાવ્યું હતું. આ રોકાણ થકી ન માત્ર કચ્છ પરંતુ ગુજરાતની ઇકોનોમીને અને લોકોને આવનાર સમયમાં ફાયદો થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply