Skip to main content
Settings Settings for Dark

'નલ સે જલ' યોજના થકી મોરબીમાં 97 કરોડની પાણી પુરવઠાની યોજનાનું લોકાર્પણ

Live TV

X
  • મુખ્યમંત્રીએ કહ્યું - આગામી 2 ઓક્ટોબરે રાજ્યના પાંચ જિલ્લા 'નલ સે જલ'નો 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ કરશે - તો, રાજ્યમાં ફ્લોરાઇડ મુક્ત, ક્ષાર મુક્ત પાણી આપીને લોકોને પથરી, હાથીપગા જેવા રોગથી મુક્ત કરવા સરકારની પ્રતિબદ્ધતા

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રના મોરબી શહેરને પીવાનું પાણી પૂરું પાડનારી રૂપિયા 19 કરોડની યોજનાનો ઇ-લોકાર્પણ તેમજ બ્રાહ્મણી 1 અને 2 ડેમ આધારિત NCD-4 ગ્રૂપ સુધારણાની રૂપિયા 79 કરોડની યોજનાના ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યા હતા.

    આમ એક જ દિવસમાં મુખ્યમંત્રીએરૂપિયા 97 કરોડના વિકાસ કામોની ભેટ મોરબીને આપી હતી. પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા તેમજ સચિવ ધનંજય દ્રિવેદી પણ આ અવસરે ગાંધીનગરથી તેમજ મોરબી ખાતે ભાજપા અગ્રણીઓ, પૂર્વ ધારાસભ્યો, પદાધિકારીઓ જોડાયા હતા.

    આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યમાં દરેક ઘરને પીવાનું શુદ્ધ – ફિલ્ટર્ડ વોટર નળ દ્વારા પહોચાડીને સૌના તંદુરસ્ત સ્વસ્થ જીવન માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાથે તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં ઘરે ઘરે પીવાનું શુદ્ધ પાણી નળથી પહોચાડીને ફ્લોરાઇડ મુક્ત, ક્ષાર મુક્ત પાણી આપીને લોકોને પથરી, હાથીપગા જેવા રોગથી મુક્ત કરવાના છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply