"નિરાધારનાં આધાર" નામની સંસ્થાએ માનસિક અસ્થિર વ્યક્તિનું પરિવાર સાથે મિલન કરાવ્યું
Live TV
-
દોઢ વર્ષથી પરિવારથી વિખુટા પડેલા ઉત્તરપ્રદેશના 50 વર્ષીય આધેડનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યુ
વેરાવળમાં માનવતાનાં ઉદાહરણરૂપી કિસ્સો સામે આવ્યો છે જેમાં છેલ્લાં દોઢ વર્ષથી પરિવારથી વિખુટા પડેલા ઉત્તરપ્રદેશના 50 વર્ષીય આધેડનું "નિરાધારનાં આધાર" નામની સંસ્થા દ્વારા પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યુ છે. આશ્રમના સેવકોને ત્રણ મહિના પહેલા ટોલનાકા નજીક આ વ્યક્તિ માનસિક અસ્થિર હાલતમાં બિનવારસી મળી આવ્યા હતા. જેઓને આશ્રમ ખાતે લાવી સારસંભાળ રાખી તેના પરિવાર અંગે પૂછપરછ કરતા હતા.
જેમાં આધેડનું નામ નંદનલાલ યાદવ હોવાનુ તેમજ તે ઉત્તરપ્રદેશના ઓસીયા ગામનો હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી આશ્રમે ઉત્તરપ્રદેશ પોલીસની મદદથી આધેડનાં પરિવારજનો સંપર્ક કરાવી આધેડને પરિવાર સાથે મિલન કરાવ્યો હતો. જેથી પરિવારે પણ આ સંસ્થાનો આભાર માન્યો હતો.
