મોટેરા સ્ટેડિયમનું આજે ઉદ્ઘાટન થયું તેની ખુશીમાં વડોદરામાં 7 રંગોળી બનાવામાં આવી
Live TV
-
ભારતીય કેપ્ટન સહીત ગુજરાતી ખેલાડીઓના ચિત્રોની રંગોળી બનાવવામાં આવી
મોટેરા સ્ટેડિયમની ઉદ્ઘાટનની ખુશીમાં વડોદરામાં 150 કિલો રંગોળીના રંગોથી 7 રંગોળી ચિત્રો બનાવવામાં આવ્યા..
આજે વિશ્વનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું ઉદઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું છે ત્યારે વડોદરાનાં સહજ રંગોળી ગ્રુપે મોટેરા સ્ટેડિયમ અને ભારતીય ખેલાડીઓનાં રંગોળી ચિત્રો તૈયાર કર્યા છે...આ રંગોળીમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી સહિત ગુજરાતી ખેલાડીઓ હાર્દિક પંડ્યા, ચેતેશ્વર પૂજારા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા તથા જસપ્રિત બુમરાહના આબેહુબ રંગોળી ચિત્રો બનાવવામાં આવ્યા છે.મહિલા કાર્યકરો દ્વારા 300 કલાકની મહેનત અને 150 કિલો રંગોળીના રંગોથી કુલ સાત રંગોળી ચિત્રો બનાવવામાં આવ્યા છે.. આ રંગોળીનુ પ્રદર્શન સોશિયલ મીડિયામાં પ્રદર્શીત કરવામાં આવશે...
