યુવકે લગ્ન પેહલા પોતાનું નાગરિક કર્તવ્ય નિભાવી મતદાન કર્યું
Live TV
-
સમગ્ર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં પણ આજથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનની શરૂઆત થવા પામી છે જેમાં સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જોકે સૌથી મહત્વની બાબત એ છે કે આજની તારીખે પણ સૌથી પહેલા મતદાન કરવા નિયુક્તિને હિંમતનગરના વોર્ડ નંબર સાતના એક યુવકે સાર્થક કરી છે. જેમાં આજે જાન પ્રસ્થાન કરતા પહેલાં તેને જાનૈયાઓ સાથે મતદાન કરી એક નવો ચીલો ચીતર્યો છે સાથોસાથ તમામ મતદારોને સો ટકા મતદાન કરવાની અપીલ કરી છે
હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર સાતના લઘુમતી સમાજના એક યુવકનું આજે લગ્ન છે જેમાં હિંમતનગરથી મોડાસા તેની જાન જવાની છે. જોકે મહંમદ શોયેબ નામના યુવકે આજે લગ્ન ગ્રંથી થી જોડાતા પહેલા હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર ૭માં જાનૈયાઓ સાથે મતદાન કર્યું હતું જેના પગલે સ્થાનિક મતદારોમાં પણ અનેરો ઉત્સાહ સર્જાયો હતો સામાન્ય રીતે લગ્ન તેમજ મરણના પ્રસંગે મોટાભાગે મતદારો મતદાનથી દૂર રહેતા હોય છે. તેવા સમય-સંજોગએ લઘુમતી સમાજના યુવકે મતદારોને મતદાન કરવા માટે વિશેષ આગ્રહ કર્યો છે. સાથોસાથ મતદાનએ પોતાનો હક તેમજ ફરજ હોવાની વાત કરી તમામ મતદારોએ સૌથી પહેલા મતદાન કરવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી છે. હિંમતનગરથી મોડાસા જતા પહેલા જાનૈયાઓ સાથે સ્કૂલમાં આવી મતદાન કરાયાના પગલી આસપાસના રહીશો સહિત વહિવટી તંત્રએ પણ આ મામલે જાગૃતતા સતર્કતા તેમજ સહયોગની લાગણી વ્યક્ત કરી હતી જેથી લાંબી લાઈન હોવા છતાં વરરાજાને તાત્કાલિક મતદાન કરાવાયું હતું ત્યારે હિંમતનગરના આ વોર્ડમાં કદાચ સૌથી વધારે મતદાન થાય તો નવાઈ નહીં જોકે વરરાજાએ કરેલી અપીલ ગુજરાતના તમામ પ્રજાજનો માટે છે ત્યારે જોવું એ રહે છે કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યમાં કેટલું મતદાન વધી શકે છે
