Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ

Live TV

X
  • નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કામગીરી હાથ ધરવામાં આવી છે..આજે શાંતિપૂર્ણ માહોલ સાથે મતદાન પ્રક્રિયા શરુ થઇ ચુકી છે..અને મતદાન શાંતિપૂર્ણ માહોલમાં જ પૂરું થાય તે માટે મતદાન વિસ્તારો સહીત આજુ બાજુના વિસ્તારોમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઢવી દેવામાં આવ્યો છે..

    મહાનગરપાલિકાની ચૂંટણીની બાદ હવે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કામગીરી હાથ ધરવામાં આવી છે..રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. મહેસાણા, બોટાદ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, પાટણ, તાપી, અરવલ્લી અને પંચમહાલ સહિતના જિલ્લાઓનાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. મહત્વનું છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને તંત્ર દ્વારા દરેક જિલ્લાના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન વિસ્તારોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ વિસ્તારોમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે મતદાન મથકો સહિત વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં પાલિકા પંચાયતોની કુલ 8 હજાર 302 બેઠકો માટે 22 હજાર 116 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 240 બેઠકો અગાઉ બિનહરીફ જાહેર થયેલી છે. ત્યારે 36 હજાર 218 મતદાન મથકો પરથી 2.97 કરોડ મતદારો પોતાના સ્થાનિક જનપ્રતિનિધિને ચૂંટવા માટે મતદાન કરશે...તો બીજી માર્ચે મતગણતરી યોજાશે...
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply