Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં આજે કોરોનાના નવા 451 કેસ સાથે રિકવરી રેટ 97.53% એ પહોંચ્યો

Live TV

X
  • રાજ્યમાં કોરોનાની સ્થિતિ ફરીથી ચિંતાજનક બનતી જઈ રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડેલા આંકડાઓ મુજબ આજે રાજ્યમાં કોરોનાના નવા 451 કેસ નોંધાયા છે. તો તેની સામે 328 દર્દીઓને સારવાર આપીને આજે રજા આપવામાં આવી છે. તેની સાથે જ રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 97.53 ટકા થયો છે. જ્યારે રાજયમાં આરોગ્ય વિભાગની અસરકારક કામગીરીના પરિણામે ડાંગ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને પાટણ એમ પાંચ જિલ્લામા કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં આજે નોંધાયેલા કેસની વાત કરીએ તો વડોદરામાં 71, અમદાવાદમાં 105, સુરતમાં 84, રાજકોટમાં 37 કેસ, કચ્છ 9, છોટાઉદેપુર 3, ખેડા 7, મહિસાગર 7 અને પંચમહાલમાં 7, ગાંધીનગરમાં 5, મહેસાણામાં 6, સાબરકાંઠામાં 7 કેસ નોંધાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply