Skip to main content
Settings Settings for Dark

રાજકોટમાં ભીષણ આગ: કાલાવડ રોડ પરના TRP ગેમ ઝોનમાં આગ લાગી

Live TV

X
  • રાજકોટમાં ભીષણ આગ: કાલાવડ રોડ પરના TRP ગેમ ઝોનમાં આગ લાગી.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી.

    ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને અગ્રતા આપવા સૂચના અપાઇ.

    રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી છે. જેમાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે આગ ઓલવવામાં વ્યસ્ત છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર પ્રભવ જોષી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

    ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર, સયાજીની પાછળના TRP મોલમાં આગની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અંદર ઝડપથી સળગતી વસ્તુઓ હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. આગ એટલી ભીષણ હતી કે, લગભગ 5 કિલોમીટર દૂરથી ધુમાડો દેખાતો હતો. આગમાં ઘણા લોકો ફસાયા હોવાની માહિતી મળ્યા બાદ એમ્બ્યુલન્સને પણ સ્થળ પર તૈનાત કરવામાં આવી છે. આગનું ગંભીર સ્વરૂપ જોઈને ફાયર કોલ જાહેર કરાયો હતો. 15થી વધુ બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

    ફાયર બ્રિગેડને આગ ઓલવવામાં મહદઅંશે સફળતા મળી હતી પરંતુ ટીન શેડ હોવાના કારણે ફાયર બ્રિગેડના જવાનોને અંદર જવામાં મુશ્કેલી પડી રહી હતી. ગેમ ઝોનની પરવાનગી સહિત ફાયર એનઓસી અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વહીવટીતંત્રે ગેમ ઝોનના સંચાલકોની બેદરકારીની પણ તપાસ શરૂ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply