આપણે લોકતાંત્રિક આદર્શો માટે પ્રતિબદ્ધ રહીએ તે જ વિકાસનો ઉત્તમ માર્ગ : રાષ્ટ્રપતિ
Live TV
-
વ્યવસ્થાના ત્રણ અંગો- કાર્યપાલિકા, ન્યાયપાલિકા અને ધારાસભા છે. આ બધા સ્વાયત્ત હોવા છતાય એકબીજાથી જોડાયેલા છે. ભારતની શક્તિ અહીંના લોકોમાં નિહિત છે. આપણે મહાત્મા ગાંધીના આદર્શોને માનીને લોકતાંત્રિક આદર્શો માટે પ્રતિબદ્ધ રહીએ તે જ વિકાસનો ઉત્તમ માર્ગ છે. અમે દેશના દરેક ભાગના સંપૂર્ણ વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ. જમ્મૂ-કાશ્મીરથી લઇને હિન્દ મહાસાગરના દ્વીપો સુધી વિકાસની યોજનાઓ બનાવવામાં આવી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ, પોતાના પ્રજાજોગ સંબોધનમાં દેશના યુવાનોને તાકીદ કરતાં કહ્યું કે, કોઈપણ ઉદેશ્ય માટે સંઘર્ષ કરતા લોકોએ ગાંધીજીના અહિંસાના મંત્રને હંમેશા યાદ રાખવો જોઈએ...આ ઉપરાંત રાષ્ટ્રપતિએ કહ્યું કે, લોકતંત્રમાં સરકાર અને વિપક્ષ બંનેની મહત્વની ભૂમિકા હોય છે. ત્યારે રાજનૈતિક વિચારોની અભિવ્યક્તિની સાથોસાથ દેશના વિકાસ અને કલ્યાણ માટે બંનેને હળીમળીને આગળ વધવું જોઈએ...
બંધારણના મહત્વના શિલ્પી એવા બાબાસાહેબ આંબેડરના વિચારોની યાદ અપાવતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, લોકતંત્રને મજબૂત રાખવા અડગ નિષ્ઠા સાથે બંધારણીય ઉપાયોની જ મદદ લેવી જોઈએ...રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ જેમ કે આયુષ્યમાન ભારત, જન ઔષધિ યોજના, ઉજ્જવલા, સૌભાગ્ય અને કિસાન સન્માન નિધિ યોજનાએ લોકોનું જીવન બદલી રહી છે. સાથે જ તેમણે કહ્યું કે, સ્વચ્છ ભારત અભિયાને ખૂબ જ ટૂંકાગાળામાં મહત્વની સફળતા મેળવી છે. અને હવે પાણી બચાવવા માટે પણ જનભાગીદારીની જરૂર છે..
રાષ્ટ્રપતિએ કહ્યું કે, કેન્દ્ર સરકારે આંતરીક સુરક્ષાને મજબૂત કરવા લીધેલાં પગલાં દેશના વિકાસમાં જરૂરી બની રહ્યા છે. જી.એસ.ટી અને ઈ-નામ યોજના દ્વારા એક રાષ્ટ્ર માટે એક બજાર બનાવવાની પ્રક્રિયા મજબૂત કરાઈ રહી છે જેનાથી ખેડુતોને લાભ થશે..આ ઉપરાંત રાષ્ટ્રપતિએ આવનારી પેઢી બંધારણ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવે તેના પર ભાર મૂક્યો હતો. આ સાથે તેમણે અંતરિક્ષ,રમત-ગમત સહિતના તમામ ક્ષેત્રે આગળ વધી નવા ભારતનું નિર્માણ કરવા યુવાઓને આહવાન કર્યું હતું...પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યા પર અપાયેલા રાષ્ટ્રપતિના અભિભાષણ અનેક મહત્વપૂર્ણ વ્યક્તિત્વોનો ઉલ્લેખ હતો. જેમણે સમાજમાં બદલાવની શરૂઆત કરી છે. રાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું કે, મોટી સંખ્યામાં સ્વયંસેવી સંસ્થાઓ પણ રાષ્ટ્રનિર્માણમાં પોતાનો ફાળો આપે છે. અને સરકારને સહયોગ પણ કરે છે.
દેશ માટે આંતરિક સુરક્ષા અગત્યની છે. તેના માટે નીતિઓ બનાવવામાં આવી રહી છે. અમે સ્વાસ્થ્યના ક્ષેત્રમાં પણ મહત્વનો પડાવ હાંસિલ કર્યો છે. આયુષ્માન ભારત વિશ્વની સૌથી મોટી જન સ્વાસ્થ્ય યોજના બની ગઇ છે. જન ઔષધિ યોજના માટે ગુણવત્તાપૂર્ણ જેનરિક દવાઓ મળવાથી સ્વાસ્થ્યની સુવિધાઓમાં સુધારો થયો છે.નાલંદા સૌથી પ્રાચીન વિશ્વવિદ્યાલય હતું. અત્યારે આધુનિક શિક્ષા વ્યવસ્થાનું નિર્માણ થયું છે. શિક્ષણના ક્ષેત્રમાં આપણી ઉપલબ્ધિઓ ઉલ્લેખનીય છે. કોશિષ છે કે દેશનો કોઇ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે.ISROની ટીમ ગગનયાન મિશન પર આગળ વધી રહી છે. આપણને સૌને તે ઝડપથી આગળ વધે તેનો ઇંતઝાર છે. દરેક ક્ષેત્રમાં દેશનું નામ રોશન કરનારા લોકો અને આપણી દીકરીઓને હું શુભેચ્છા પાઠવું છું.
