દિલ્હીમાં ભાજપા નુક્કડ સભાઓથી કરશે પ્રચાર, 10000 નુક્કડ સભાઓ કરવાનું લક્ષ્ય
Live TV
-
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર-અભિયાન તેજ ગતિએ ચાલી રહ્યુ છે. આ ચૂંટણીમાં કુલ 668 ઉમેદવારોનું નસીબ દાવ પર છે. જેમાં સૌથી વધુ ઉમેદવારો નવી દિલ્હી બેઠક પર છે જ્યાંથી દિલ્હી CM અરવિંદ કેજરીવાલ પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે દુર્ગાચોકમાં નુક્કડ સભા સાથે અનેક રેલીઓને સંબોધિત કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, જેપી નડ્ડા આજે દિલ્હીમાં પંજાબી બાગમાં એક નુક્કડ સભા કરશે. આ ચૂંટણીમાં ભાજપાની રણનીતિ મોટી રેલીઓ પર ઓછું ધ્યાન કેન્દ્રિત કરી પ્રતિદિવસ 700 જેટલી નુક્કડ સભાઓ દ્વારા મતદાતાઓને રિઝવશે,લગભગ 250 જેટલા દેશભરમાંથી આવેલા નેતાઓ ચૂંટણી સભા સંબોધશે.
