Skip to main content
Settings Settings for Dark

પદ્મ પુરસ્કારની જાહેરાત, ગુજરાતની 8 હસ્તીઓને કરાશે સન્માનિત

Live TV

X
  • કુલ 21 હસ્તીઓને પદ્મશ્રી એવોર્ડ

    ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે કુલ 21 હસ્તીઓને, પદ્મશ્રી એવોર્ડથી સન્નમાનીત લોકોની યાદી ,જાહેર કરવામાં આવી છે. જેમાં "લંગર બાબા તકીરે" , જાણીતા જગદીશ લાલ આહુજા, સામાજિક કાર્યકર જાવેદ અહેમદ ટાક, સામાજિક કાર્યકર સત્યનારાયણ મુનડયૂર, સામાજિક કાર્યકર એસ રામકૃષ્ણ, સામાજિક કાર્યકર યોગી આરોને ,આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત 1984માં થયેલી ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતો માટે, ન્યાયની લડાઈ લડનાર અબ્દુલ જબ્બારને મરણોપરાંત પદ્મશ્રીથી સન્માનિત કરાશે

    સરકારે શનિવારે સાંજે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આ વખતે 7 હસ્તિઓને પદ્મવિભૂષણ, 16 હસ્તિઓને પદ્મભૂષણ અને 118 દિગ્ગજોને પદ્મ શ્રી માટે પસંદ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી રહી ચૂકેલા અરુણ જેટલી, સુષમા સ્વરાજ અને મનોહર પર્રિકરને મરણોપરાંત પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. જેટલી, સુષમાને પદ્મવિભૂષણ અને પર્રિકરને પદ્મભૂષણ માટે પસંદ કરવામાં આવ્યા છે. પેજાવર મઠના પ્રમુખ વિશ્વેશ તીર્થ સ્વામીજીને પણ મરણોપરાંત પદ્મવિભૂષણ માટે પસંદ કરવામાં આવ્યા છે. સ્વામીજી નરેન્દ્ર મોદીના આધ્યાત્મિક ગુરૂ માનવામાં આવતા હતા. વાજપેયી સરકારમાં રક્ષામંત્રી રહેલા જ્યોર્જ ફર્નાન્ડિઝને મરણોપરાંત પદ્મવિભૂષણ મળશે.

    મેરી કોમ, સિંધુ સહિત ખેલ જગતની 8 હસ્તિઓને સન્માન
    વર્લ્ડ ચેમ્પિયન બોક્સર મેરી કોમ અને ભારતની નંબર વન બેડમિન્ટન ખેલાડી પીવી સિન્ધુને પદ્મભૂષણ માટે પસંદ કરવામાં આવી છે. પૂર્વ ફાસ્ટ બોલર ઝાહીર ખાન, હોકી કેપ્ટન રાની રામપાલને પદ્મશ્રી આપવામાં આવશે. કુલ 8 ખેલાડીઓ-પૂર્વ ખેલાડીઓને પદ્મ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે.

    મોરિશસના પૂર્વ રાષ્ટ્રપતિ સહિત 17 વિદેશીઓને પણ પદ્મ પુરસ્કાર
    મોરિશસના પૂર્વ રાષ્ટ્રપતિ અનિરુદ્ધ જગન્નાથ સહિત 17 વિદેશીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે. જગન્નાથને પદ્વવિભૂષણથી સન્માનિત કરવામાં આવશે. બીજી તરફ ભારતમાં બાંગ્લાદેશના પૂર્વ રાજદૂત સૈયદ મુજ્જિમ અલી અને અમેરિકાના પ્રોફેસર જગદીશ શેઠને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે. બ્રિટનના બે સાંસદ બોબ બ્લેકમેન અને બેરી ગાર્ડનરને પણ પદ્મ શ્રી માટે પસંદ કરવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply