#RepublicDay2020 : દેશ ઉજવી રહ્યો છે 71મો ગણતંત્ર દિવસ
Live TV
-
પરેડમાં કરાશે ભારતની સૈન્ય શક્તિ અને સાંસ્કૃતિક વિવિધતાનું સુંદર પ્રદર્શન, મુખ્ય મહેમાન છે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારો
આજે દિલ્હી રાજપથ ખાતે 71મા ગણતંત્ર દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. 71માં ગણતંત્ર દિવસ પર મુખ્ય મહેમાન તરીકે, બ્રાઝિલના રાષ્ટ્રપતિ, જાયર બોલસોનારો દેશના મહેમાન બન્યાં છે. પરેડ દરમિયાન દેશ અને દુનિયાના લોકો ભારતીય સૈન્યની શક્તિ, સાહસ અને વિશાળતાનો , પ્રત્યક્ષ અનુભવ કરશે. સાથે ભારતીય સેના અને અર્ધ સૈનિકો દળના Daredevil મોટરસાયકલ સવારના વિવિધ ફોરમેશન નિહાળશે મંત્રમુગ્ધ થશે. આ સાથે વિવિધ રાજ્યો અને સરકારી સંસ્થાના 22 જેટલા ટેબ્લોમાં સાંસ્કૃતિક ઝલક પ્રાપ્ત કરશે. ઉપરાંત દેશની સુરક્ષા, અને માભોમની સેવામાં જીવ આપનાર શહિદો ,અને વીરો સાથે બાળવીરોને , રાષ્ટ્રપતિ દ્વારા સન્નમાનીત કરવામા આવશે. અંતમાં દેશની એરફોર્સ દ્વારા જેગવાર, અપાચે અને ચીન્કુ હેલિકોપ્ટર દ્વારા, વિવિધ અવકાશી કરતબો કરી ઉપસ્થિત સૌ કોઈને, ગૌરવંતા ઈતિહાસ અને મજબૂત વર્તમાનનો અહેસાસ કરાવશે
