કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા
Live TV
-
આજે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીની અધ્યક્ષતામાં ,કેન્દ્રિય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં મહત્વપુર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં, કેબિનેટે સહકારી બેંકોને ભારતીય રિઝર્વ બેંકના નિયમનકારી નિયંત્રણ હેઠળ લાવવાનો નિર્ણય લીધો હતો. કેબિનેટની બેઠક અંગે માહિતી આપતાં માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે આ નિર્ણય સહકારી બેંકોની કામગીરીમાં વધુ જવાબદારી અને પારદર્શિતા લાવશે. તેમણે કહ્યું કે સામાન્ય વેપારી બેંકોની જેમ સહકારી બેંકોએ પણ હવે નિયમનકારી આવશ્યકતાઓ પૂરી કરવી પડશે. માહિતી અને પ્રસારણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે કેબિનેટે માહિતી ટેકનોલોજી સંબંધિત સંસ્થાઓના સુધારા બિલને મંજૂરી આપી દીધી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મહારાષ્ટ્રના દહાણુ નજીક વધાવન ખાતે પ્રમુખ બંદરની સ્થાપના માટે કેબિનેટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દિધી છે. લગભગ પચાસ હજાર કરોડનો ખર્ચ થશે
