Skip to main content
Settings Settings for Dark

કેરળ: વાયરસ સંક્રમિત વિદ્યાર્થીઓના આરોગ્યમાં થઈ રહ્યો છે સુધારો

Live TV

X
  • આરોગ્ય સચિવ પ્રીતિ સૂદને જણાવ્યું છે કે, કેરળના જે બે વિદ્યાર્થીઓને કોરોના વાયરસ સંક્રમિત થયાની પુષ્ટી થઈ છે તેમના આરોગ્યમાં હવે સુધારો થઈ રહ્યો છે અને તેમના શરીરમાંથી સંક્રમણ ઘણું ઓછું થઈ ગયું છે. તેમણે જણાવ્યું હતું કે, બંનેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને તેઓ 15 દિવસમાં સ્વસ્થ થઈ જાય તેવી શક્યતા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, કેન્દ્ર સરકાર તમામ રાજ્યો સાથે સતત સંપર્કમાં છે. દરેક રાજ્ય આ વાયરસના પ્રકોપ વિશે મંત્રાલયને દરરોજ જાણકારી આપી રહ્યાં છે. આરોગ્ય સચિવે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર સ્થિતિ પર કડક નજર રાખી રહી છે અને વિદેશમાંથી આવનારા તમામ વિમાન-યાત્રિઓની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 951 ઉડાનો દ્વારા પહોંચેલા 1 લાખ પાંચ હજાર યાત્રિઓની તપાસ કરાઈ છે અને વુહાનથી પરત ફરેલા 645 લોકોને ITBP અને સેનાની હોસ્પિટલમાં રાખવામાં આવ્યાં છે.તો શિબિરોમાં રાખવામાં આવેલા પાંચ યાત્રીઓમાં બીમારીના લક્ષણો જોવા મળ્યાં બાદ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.શ્રીમતી સૂદને કહ્યું હતું કે, પાંચ હજારથી વધુ લોકોને તેમના ઘરોમાં નજર હેઠળ રાખવામાં આવ્યાં છે. અને 128 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તો કુલ 741 લોકોનાં પરીક્ષણ કરાયા છે જેમાંથી 738 લોકોમાં વાયરલની પુષ્ટિ થઈ નથી માત્ર ત્રણ મામલામાં કોરોના વાયરસની પુષ્ટી થઈ છે. અને હાલ 342 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાતં આરોગ્ય સચિવે લોકોને વ્યક્તિગત સાફ સફાઈ અને સારી આદતોનું પાલન કરવાનું અને બની શકે તો ચીનની યાત્રા ટાળવાની અપીલ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply