કોરોના વાયરસથી અત્યાર સુધી 132 લોકોના મોત
Live TV
-
ચીનમાં 5997 કેસ નોંધાયા, 1239 ગંભીર, દેશના 21થી વધુ એરપોર્ટ પર સ્ક્રિનિંગ
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસના વૈશ્વિક ખતરાનાં સ્તરને મધ્યમથી વધારીને ઉચ્ચકક્ષાનું કર્યું છે. રિપોર્ટ પ્રમાણે, કોરોના વાયરસથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા 5997એ પહોંચી છે. જ્યારે 132 લોકોના મોત થયા છે. જેમાંથી 1239 કેસ ગંભીર છે. ઉત્તરપ્રદેશ સરકારે કોરોના વાયરસના સંભવિત જોખમને ધ્યાનમાં લઇને રાજ્યની દરેક જિલ્લા હોસ્પિટલ અને મેડીકલ કોલેજ ખાતે 10 પથારીના આઇસોલેશન વોર્ડ સ્થાપવાનો નિર્ણય લીધો છે.મુખ્યમંત્રી યોગીઆદિત્યનાથે ગઇકાલે આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ સાથેની બેઠકમાં સંભવિત પરિસ્થિતિઅને તે માટેની સજ્જતાની ચર્ચા કરી હતી. આ સાથે મુખ્યમંત્રીએ વિમાનમથકોએ વિદેશથી આવતા મુસાફરો બાબતે વધુ સતર્કતા દાખવવાની સૂચના આપી હતી.તેમણે ભારત-નેપાળ સરહદે પણ ખાસ તબીબી દેખરેખ રાખવાની સૂચના આપી હતી.
