દિલ્હીમાં વિધાનસભની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી શરૂ
Live TV
-
દિલ્હીમાં 8 તારીખે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે.. તમામ રાજકીય પક્ષો મતદાતાઓને રીઝવવા માટે એડીચોટીનુ જોર લગાવી રહ્યા છે
દિલ્હીમાં 8 તારીખે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે.. તમામ રાજકીય પક્ષો મતદાતાઓને રીઝવવા માટે એડીચોટીનુ જોર લગાવી રહ્યા છે ત્યારે .ભાજપા અધ્યક્ષ જે પી નડ્ડા આજે શાલીમાર બાગ, તિલક નગર અને હરી નગરમાં રેલી કરશે. દરમિયાનમાં ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જનકપુરી અને રિઠાલામાં રેલીને સંબોધન કર્યુ હતુ. આ પ્રસંગે તેમણે દિલ્હીમાં વર્તમાન સરકારને આડે હાથ લીધી હતી. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ પણ સાદર બજારમાં ચૂંટણી રેલીને સંબોધન કર્યુ હતુ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે નરેલા, બવાના માં રોડ શો કર્યો હતો અને દિલ્હીની જનતાને 24 કલાક પીવાનું પાણી આપવાનો વાયદો કર્યો હતો.
