કોરોના વાયરસને નાથવા કેન્દ્ર દ્વારા લેવાયેલા પગલાની ઉચ્ચસ્તરીય સમીક્ષા
Live TV
-
મંત્રીમંડળ સચિવે આજે નોવેલ કોરોના વાઈરસને રોકવાની કાર્યવાહી અને તૈયારીઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક કરી હતી. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ઈ-વિઝા સહિત પ્રવર્તમાન વિઝા ચીનથી આવેલા વિદેશીઓ માટે ,કાયદેસર રહેશે નહી. મંત્રાલયે લોકોને અનુરોધ કર્યો છે કે તેઓ ચીનની યાત્રા કરવાનું ટાળે....એ પણ જણાવવામાં આવ્યું છે કે ભારત આવવા માટે ઈચ્છુક લોકો ,પૈઈંચીગ સ્થિત, દૂતાવાસ અથવા શાંઘાઈ અને ગ્વાંગઝાઉં સ્થિત ,વાણિજ્ય દુતાવાસમાં ,ફરી અરજી કરી શકે છે. આ બેઠકમાં આરોગ્ય અને પરીવાર કલ્યાણ, વિદેશ મંત્રાલય ,નાગરીક ઉડ્ડયન,અને સ્વાસ્થ્ય અનુસંધાન વિભાગના સચિવોએ, ભાગ લિધો હતો. બેઠકમાં ગૃહમંત્રાલય, વાણિજ્ય, સેના અને સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો ચીનમાં કોરોના વાયરસના કારણે લોકોમાં ભયનો માહોલ યથાવત છે. અત્યાર સુધીમાં નોવલ કોરોના વાયરસના કારણે, 24 હજાર 400 લોકો અને વિદેશોમાં 182 લોકો સંક્રમિત થયાં છે. આ જીવલેણ સંક્રમણને લઈને ચીનમાં મૃતકોનો આંકડો 491 એ પહોંચી ગયો છે. જ્યારે એક વ્યક્તિનું મોત ચીનની બહાર થયું છે. આ ઉપરાંત ત્રણ હજાર 711 લોકોને લઈ જઈ રહેલા જાપાનના ડાયમંડ પ્રિન્સેસ નામના જહાંજમાં, સવાર 10 યાત્રીઓમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ જાણવા મળ્યું છે. જેને પગલે આ જહાંજને યોકોહામા તટ પર અલગ રાખી દેવામાં આવ્યું છે.
