દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજથી પ્રચાર પડઘમ થશે શાંત
Live TV
-
અલગ અલગ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતા મતદારોને આકર્ષવા માટે રાજધાનીમાં ધુંઆધાર પ્રચાર કરી રહ્યા છે..શનિવારે થશે મતદાન..
દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર ચરમ પર છે. ચૂંટણી પ્રચાર આજે સાંજે 5 વાગે સમાપ્ત થઈ જશે. તમામ પક્ષો મતદારોને આકર્ષવા માટે એડિચોટીનું જોર લગાવી રહ્યા છે. દિલ્હીની 70 વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે શનિવારે મતદાન થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ત્રણ રોડ શો કરશે. જ્યારે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ બે રોડ શો કરશે. 70 બેઠકો ધરાવતી દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 22 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે..
આ દરમિયાન ચૂંટણી પંચે મતદાતાઓની અંતિમ યાદી જાહેર કરી છે..દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં આ વખતે 1 કરોડ 47 લાખ 86 હજાર 382 મતદારો મત આપશે..જેમાંથી 2 લાખ 32 હજાર 815 મતદાતાઓ પ્રથમ વખત મતદાન કરશે..તો વૃદ્ધ નાગરિકોને મતદાન કેન્દ્ર સુધી લઈ જવા માટે અને ફરી ઘરે છોડવાની પણ સુવિધા આપવામાં આવશે..અત્યાર સુધીમાં દિલ્લીમાં લગભગ 600 વૃદ્ધ નાગરિકોએ પિક એન્ડ એન્ડ ડ્રોપની સુવિધા માટે આવેદન કર્યું છે..
