ડિફેન્સ એક્સપો 2020 - ભારત- રશિયાની કંપનીઓએ 11 એમઓયુ પર કર્યા હસ્તાક્ષર
Live TV
-
આ MOUs જુદા જુદા સંરક્ષણ ઉપકરણોના ઉત્પાદન જેવાકે ટી -૨૨, ટી-90 રડાર સિસ્ટમ્સ, એએસડબ્લ્યુ રોકેટ લોંચર્સ અને 3D મોડેલિંગના ભાગો સંબધિત હતા
ડિફેન્સ એક્સપો 2020 ના બીજા દિવસે આજે ભારત અને રશિયા વચ્ચે 11 એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. પ્રથમ ભારત-આફ્રિકા સંરક્ષણ સંમેલન પણ ચાલી રહ્યું છે જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ભાગ લઈ રહ્યા છે. એઆઈઆરના સંવાદદાતા અહેવાલ આપે છે કે પાંચમી ભારત રશિયા લશ્કરી ઉદ્યોગ પરિષદમાં બે રાષ્ટ્રો વચ્ચે 11 સમજૂતી પત્ર પર હસ્તાક્ષર થયા હતા. મુખ્ય કંપનીઓ કે જેઓ આ એમઓયુનો ભાગ છે જેમાં ભેલ (BHEL), ભારત ડાયનેમિક્સ લિમિટેડ અને વિસ્ટા અને રશિયન બાજુથી ઇન્વર્સિયા, યુવીઝેડ અને બીઈએમએલનો સમાવેશ થાય છે. આ એમઓયુ જુદા જુદા સંરક્ષણ ઉપકરણોના ઉત્પાદન સાથે સંબંધિત હતા જેમ કે ટી -૨૨, ટી-90,રડાર સિસ્ટમ્સ, એએસડબ્લ્યુ રોકેટ લોંચર્સ અને 3D મોડેલિંગના ભાગો. ભારત-આફ્રિકાના સંરક્ષણ સંમેલનની શરૂઆત આજે બપોરે થઈ હતી જેમાં 30 થી વધુ આફ્રિકન દેશો ભાગ લઈ રહ્યા છે. ડિફેન્સ એક્સપો 2020માં વિવિધ મુદ્દાઓ પર સેમિનારો પણ ચાલી રહ્યા છે.
