રાષ્ટ્રપતિના અભિભાષણ પર સંસદમાં PM ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લોકસભામાં રાષ્ટ્રપતિ અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર બોલશે..બુધવારે બજેટ સત્રના પાંચમાં દિવસે પ્રધાનમંત્રીએ રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની જાહેરાત કરી..જેનું નામ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ હશે..
રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાબ દેશે..લોકસભા અને રાજ્યસભામાં બુધવારે ઘણા અગત્યના કામકાજ થયા..રાજ્યસભામાં શૂન્યકાળમાં શિવસેનાના અનિલ દેસાઈએ વિશેષ ઉલ્લેખ દરમિયાન CAAના વિરોધમાં યૂરોપીય સંસદમાં એક પ્રસ્તાવ લાવવાનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે એક પ્રસ્તાવ પસાર કરવો જોઈએ કે ભારત અને તેમના આંતરિક મામલાઓમાં બીજા દેશોનો હસ્તક્ષેપ સહન નહીં કરવામાં આવે..
જેના પર સભાપતિએ સહમિત વ્યક્ત કરતા કહ્યું કે ભારતના આંતરિક મામલાઓમાં દખલ કરવાનો કોઈને અધિકાર નથી..રાજ્યસભામાં સરોગસી બિલને લઈને પ્રવર સમિતિની રિપોર્ટ પણ સદનમાં રાખવામાં આવ્યો..રિપોર્ટમાં સલાહ આપવામાં આવી છે કે સરોગેટ માતાના નજીકના સંબંધી હોવાની જરૂર નથી..સરોગેટ માતાની વીમા અવધિ 16 મહિનાથી વધારીને 36 મહિના કરવાની પણ ભલામણ કરવામાં આવી
