Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીના લોકસભામાં કલમ 370, રામ જન્મભૂમિ મુદ્દે વિપક્ષ પર પ્રહાર

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો હતો.

     કેન્દ્ર સરકારની ઝડપી નિર્ણયશક્તિ અને કાર્યક્ષમતાને પગલે આવેલા સકારાત્મક પરિણામોનું પ્રધાનમંત્રીએ આ ભાષણમાં વર્ણન કર્યું હતું.. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સમસ્યાઓનું ઝડપી સમાધાન જરૂરી છે અને આપણા દરેક નિર્ણય યોગ્ય અને નિર્ણાયક હોવા જોઈએ..  પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશવાસીઓએ આ સરકારના કાર્યો અને કામ કરવાની ગતિને પારખીને જ ચૂંટણીમાં મોટી બહુમતીથી વિજયી બનાવી હતી.. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે જો હાલની સરકાર પાછલી સરકારની જેમ કામ કરતી રહી હોત તો 70 વર્ષ બાદ પણ ના તો આર્ટીકલ 370 નાબુદ થાત ના તો ત્રિપલ તલાક કાનૂનને જાકારો આપી શકાત.. તેમણે ઉમેર્યું કે જો સરકારે દૃઢ સંકલ્પથી કાર્ય ન કર્યું હોત તો રામ જન્મભૂમિ વિવાદનું પણ નિરાકરણ ન આવત.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ખેડૂત કલ્યાણને લઈને કોઈ રાજનીતિ ન થવી જોઈએ.. સૌએ ખેડૂતોના ભલા માટે એકજૂથ થઈને કામ કરવું જોઈએ..કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી પાક વિમા યોજના અંતર્ગત 56 હજાર કરોડ રૂપિયાની સહાય ખેડૂતોને મળી હોવાનું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું..  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ખેડૂત કલ્યાણને લઈને કોઈ રાજનીતિ ન થવી જોઈએ.. સૌએ ખેડૂતોના ભલા માટે એકજૂથ થઈને કામ કરવું જોઈએ.. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી પાક વિમા યોજના અંતર્ગત 56 હજાર કરોડ રૂપિયાની સહાય ખેડૂતોને મળી હોવાનું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું..  
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply