ડીફેન્સ એક્સ્પો 2020નું PMના હસ્તે ઉદ્ઘાટન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રક્ષા મંત્રાલયના દ્વિવાર્ષિક આયોજન રક્ષા પ્રદર્શની-2020ના લખનઉમાં શુભારંભ કર્યું
ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં 9 ફેબ્રુઆરી સુધી ચાલનારા ડિફેન્સ એક્સ્પો-2020નું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ધાટન કર્યું હતું. જેમાં 30થી વધુ દેશના રક્ષામંત્રીઓ સહિત દેશના ગૃહમંત્રી રાજનાથ સિંહ, જનરલ બીપીન રાવત, યુપીના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી અને રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યાં હતા. આ ડિફેન્સ એક્સ્પોમાં એક હજારથી વધારે કંપનીઓ દ્વારા તૈયાર કરાયેલા સુરક્ષા ઉત્પાદકોને પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતાં. આ એક્સ્પોમાં સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે.આ ડિફેન્સ એકસ્પો ભારતની વિશાળતા, વ્યાપક્તા અને વિવિધતાનું જીવતુ જાગતું ઉદાહરણ છે. આવનારા સમયમાં દેશમાં યુપી ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમા પણ સૌથી મોટું હબ થવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉમેર્યું કે, આજનો આ પ્રસંગ રક્ષા-સુરક્ષાની ચિંતા કરનારાઓની સાથે સાથે સમગ્ર ભારતના યુવાનો માટે પણ મોટો અવસર છે. તેમણે વધુમાં કહ્યું હતું કે મેક ઈન ઈન્ડિયાથી ભારતની સુરક્ષા વધશે અને ડિફેન્સ એક્સ્પો દ્વારા રોજગારની નવી તકો ઉભી થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ પણ કહ્યું કે, ટેક્નોલોજીનો દૂરપયોગ હોય કે આતંકવાદ કે પછી ,સાઈબર ક્રાઈમ આ સમગ્ર વિશ્વ માટે મોટો પડકાર છે. નવા સુરક્ષા પડકારોને જોતા દુનિયાની તમામ ડિફેન્સ ફોર્સ, નવી ટેક્નોલોજીનો સમાવેશ કરી રહી છે જેમાંથી ભારત પણ બાકાત નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે અમારી સરકારનું લક્ષ્ય આવનારા 5 વર્ષમાં ડિફેન્સ એક્સપોર્ટને 5 બિલિયન ડોલર એટલે કે, 35 હજાર કરોડ રૂપિયા સુધી વધારવાનો છે. આ ઉપરાંત કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતા...
