Skip to main content
Settings Settings for Dark

દિલ્હી વિધાનસભા ચૂંટણી: ચરમસીમા પર પ્રચાર-પ્રસાર

Live TV

X
  • દિલ્હીમાં મતદાન તારીખ નજીક આવી રહી છે.. તેમ તેમ વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચરમ સીમા પર પહોંચ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે દ્વારકામાં એક ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે દિલ્હીની કેજરીવાલ સરકાર પર આકારા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દિલ્હીને માત્ર દોષ દેખતી નહીં પણ દિશા બતાવતી સરકારની જરૂર છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મંગળવારે દિલ્હીમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે, દિલ્હી અંગેના ભાજપના વિઝન પ્લાનની , મીડિયાને સમજ આપી હતી.

    તો મીડિયાને સંબોધન કરતાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ જણાવ્યું હતું કે, તેમની સરકારે હંમેશા દિલ્હીવાસીઓના જીવનને બહેતર બનાવવા પ્રયાસ કર્યો છે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહ પણ દિલ્હીમાં રેલીને સંબોધન કર્યું હતું. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીએ મતદાન થશે. મત ગણતરી 11 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply