રામ મંદિર નિર્માણ માટે સરકારે ટ્રસ્ટની જાહેરાત કરી
Live TV
-
રામ મંદિર નિર્માણ માટે જે ટ્રસ્ટ બનશે, તેનું નામ "શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર": PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામ જન્મ ભૂમિના સ્થળ પર ભવ્ય મંદિર બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. જેમાં સંપૂર્ણ સહમતીથી રામ જન્મભૂમિ પર મંદિર બનાવવાનો નિર્ણય લીધો છે. ભવ્ય અને દિવ્ય મંદિર રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર તરીકે ઓળખાશે. સુપ્રીમકોર્ટે જે નિર્દેશ આપ્યા છે તેનો અમલ કરવામાં આવ્યું છે. રામ મંદિરના નિર્માણ માટે એક મોટી યોજના બનાવવામાં આવી છે. 67.03 એકર જમીનમાં મંદિર બનાવાશે. રામ મંદિરના નિર્માણ તથા તે અંગેના તમામ નિર્ણયો લેવા માટે એક સ્વતંત્ર ટ્રસ્ટ બનાવાશે જે શ્રીરામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર તરીકે ઓળખાશે. આ ટ્રસ્ટને રામલલ્લા મંદિરની જગ્યા પણ ફાળવવામાં આવશે. તેમણે લોકસભામાં જણાવ્યું હતું કે, રામ મંદિર એ સંસ્કૃતિ પરંપરા તથા શ્રધ્ધાનો વિષય છે. ભારતીયોએ સુપ્રીમકોર્ટનો નિર્ણય આવે ત્યાં સુધી રાહ જોઈ અને ધીરજ રાખી છે તે પ્રશંસાને પાત્ર છે. વસુધૈવ કુટુંમ્બકમ એ ભારતની પરંપરા છે. દરેક પંથના લોકો એક જ પરિવારના સભ્યો છે. રામ મંદિરની સાથે જોડાયેલો વિષય લાગણીઓનો વિષય છે..
