શાહીનબાગ ફાયરિંગ કેસમાં દિલ્હી પોલીસે ભેદ ઉકેલ્યો
Live TV
-
શાહીનબાગ ફાયરિંગ કેસમાં દિલ્હી પોલીસે ભેદ ઉકેલ્યો છે. પહેલી ફેબ્રુઆરીએ ફાયરિંગ કરનાર કપિલ ગુર્જર આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હતો. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રાજેશ દેવે જણાવ્યું કે, કપિલ ગુર્જર તથા તેના પિતા વર્ષ 2019 માં આમ આદમી પાર્ટીના સદસ્ય બન્યા હતા. દરમિયાન ભાજપાએ હિંસાનું કાવતરૂ ઘડવાનો આમ આદમી પાર્ટી પર આરોપ લગાવ્યો છે.
