Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદી આસામના કોકરાઝારમાં જનસભાને સંબોધિત કરશે

Live TV

X
  • ઐતિહાસિક બોડો સમજૂતી બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7મીએ આસામમાં જંગી જનસભાને સંબોધિત કરશે, બોડો ક્ષેત્રના લોકો કરશે પ્રધાનમંત્રી નું સન્માન, સમજૂતી પછી રાજ્યમાં આવી છે શાંતિની નવી લહેર

    ઐતિહાસિક બોડો સમજૂતી બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસામના કોકરાઝારમાં 7મી ફેબ્રુઆરીએ મોટી રેલીને સંબોધન કરશે. દાયકાઓ જૂની સમસ્યાનો ઉકેલ લવાયા બાદ પ્રધાનમંત્રીના નેતૃત્વને લઇને બોડો ક્ષેત્રના લોકો પ્રધાનમંત્રીનું સન્માન કરશે. આ વિસ્થાપિતોના સ્થાયી સમાધાન બાદ બોડો મુદ્દાના ઉકેલથી આસામ સહિત સમગ્ર પૂર્વોત્તર ક્ષેત્રમાં , સ્થાયી શાંતિની નવી લહેર આવી છે. 27 જાન્યુઆરીએ દિલ્હીમાં બોડો સમજૂતી ઉપર હસ્તાક્ષર કરાયા હતા. ત્યારબાદ વિવિધ દળોના 1600થી વધુ કેડરોએ આત્મસમર્પણ કર્યું હતું. સમજૂતી અનુસાર વિશેષ વિકાસ પેકેજથી બોડો ક્ષેત્રના વિકાસ માટે 1500 કરોડ રૂપિયાની યોજના શરૂ કરાશે. આ સમજૂતીનો ઉદ્દેશ બોડોની સામાજિક, સાંસ્કૃતિક, ભાષાકિય અને જાતીય ઓળખને સુરક્ષીત કરવાનો છે. ગૃહમંત્રીએ બોડો સમજૂતીને પ્રધાનમંત્રીના - સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસની વધુ એક સફળતા ગણાવી હતી..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply