Skip to main content
Settings Settings for Dark

Live TV

X

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ ફેસિલિટી “બાયો સેફ્ટી લેવલ-4” લેબનો શિલાન્યાસ

આ વેળાએ રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.આ સમારોહ દરમિયાન ગુજરાત બાયો-ટેક્નોલોજી રીસર્ચ સેન્ટરની “બાયો સેફ્ટી લેવલ-4” સુવિધાને ભારત સરકારની "BioE3 નીતિ” અંતર્ગત 'નેશનલ સેન્ટર ફોર હાઈ કન્ટેઈનમેન્ટ પેથોજેન રિસર્ચ ફેસિલિટી' તરીકે નિયુક્ત કરવા માટે કેન્દ્રીય બાયોટેકનોલોજી વિભાગ દ્વારા ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગને લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI) એનાયત કરવામાં આવ્યો હતો.

Gujarati

VGRCમાં રજૂ થયેલા ‘‘સૌરાષ્ટ્ર ઇકોનોમિક રિજનલ માસ્ટર પ્લાન’’માં જાહેરાત

મારવાડી યુનિ. ખાતે સંપન્ન થયેલી વી.જી.આર.સી.માં SaER અંગેના મુખ્ય થીમેટિક સત્રમાં વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગ અગ્રણીઓ, ડેવલપર્સ, પોલિસી મેકર્સ તેમજ ઉત્પાદન અને નિકાસ ક્ષેત્ર સાથે જોડાયેલા 80થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.  આ સેમિનારમાં મોટા પાયે મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ ઝોન તૈયાર કરવાના ગુજરાત સરકારના વ્યુહાત્મક લક્ષ્ય પર ભાર મુકવામાં આવ્યો હતો. ભારતને વર્ષ 2047માં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વિકસિત ગુજરાત@2047ના વિઝનને સાકાર કરવા માટે વર્ષ 2030 સુધીમાં બે ટ્રિલિયન યુ.એસ. ડોલરના નિકાસનો રાષ્ટ્રીય લક્ષ્યાંક રખાયો છે.

Gujarati

જમ્મુ-કાશ્મીરમાં ઠંડીનો કહેર, શ્રીનગરમાં તાપમાન માઈનસ 4.9 ડિગ્રી નોંધાયુ

સવારે જમ્મુ શહેરમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું, જેના કારણે સામાન્ય જનજીવન ભારે ખોરવાઈ ગયું હતું. નબળી દૃશ્યતા રોડ અને હવાઈ ટ્રાફિક બંનેને ખોરવી ગઈ હતી, જેના કારણે ઘણી જગ્યાએ વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.આજે સવારે શ્રીનગર શહેરમાં ખૂબ જ ઓછા લોકો ઘરોમાંથી બહાર નીકળ્યા હતા. પર્વતીય શિખરો પરથી ખીણમાં જોરદાર, ઠંડા પવનો ફૂંકાયા હતા, જેના કારણે ઠંડી વધુ તીવ્ર બની હતી. આવતા અઠવાડિયા સુધી કોઈ નોંધપાત્ર હિમવર્ષાની આગાહી ન હોવાથી, ઠંડી ચાલુ રહેવાની ધારણા છે.

Gujarati

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનમાં ‘ઓશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ’ થીમ સાથે હોલ નંબર 4 માં બ્લુ ઇકોનોમીનું પ્રદર્શન

આ કોન્ફરન્સના ભાગરૂપે જનતા અને ઉદ્યોગકારો માટે એક વિશેષ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુદા જુદા 6 વિશાળ ડોમમાં જુદી જુદી થીમ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં ટેકનોલોજીથી લઈને પરંપરાગત ઉદ્યોગોની ઝલક જોવા મળી રહી છે.

Gujarati

લક્ષદ્વીપમાં નૌકાદળનું મેગા મેડિકલ મિશન, સુપર-સ્પેશિયાલિટી સારવાર સુવિધા

આ પહેલના ભાગ રૂપે, ભારતીય નૌકાદળની પહેલ હેઠળ, લક્ષદ્વીપમાં એક મલ્ટી-સ્પેશિયાલિટી મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગંભીર અને જટિલ બીમારીઓની સારવાર પૂરી પાડે છે.આ પહેલ કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં શરૂ કરવામાં આવી છે, જ્યાં સંયુક્ત સેવાઓ હેઠળ એક મલ્ટી-સ્પેશિયાલિટી મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેનું ઔપચારિક ઉદ્ઘાટન નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી દ્વારા 13 જાન્યુઆરીના રોજ કાવરત્તીની ઇન્દિરા ગાંધી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. આ કેમ્પ 17 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.

Gujarati

ફેડરલ રિપબ્લિક ઑફ જર્મનીના ફેડરલ ચાન્સેલર ફ્રેડરિક મૅર્ઝનો ભારત-ગુજરાત પ્રવાસ સંપન્ન

 રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  સહિતના મહાનુભાવોએ  જર્મન ફેડરલ ચાન્સેલર ફ્રેડરિક મૅર્ઝને ભાવસભર વિદાય આપી હતી.આ પ્રસંગે મુખ્ય સચિવ  એમ. કે. દાસ, જીએડીના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજૂ શર્મા, શહેર પોલીસ કમિશનર  જી.એસ. મલિક, ચીફ પ્રોટોકોલ અધિકારી જલવંત ત્રિવેદી, જિલ્લા કલેકટર સુજીત કુમાર, એમઇએના અધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 

Gujarati

રાજકોટ:‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’માં મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં B2G બેઠક યોજાઈ

ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન અને ન્યુક્લિયર પાવર જેવા ક્ષેત્રોના દિગ્ગજ ઉદ્યોગપતિઓ અને સ્ટાર્ટઅપ્સ સાથે રાજ્યના વિકાસના રોડમેપ અંગે વિસ્તૃત પરામર્શ કરવામાં આવ્યો હતો.

Gujarati

ગુજરાતના પ્રવાસે આવેલા જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ અડાલજની ઐતિહાસિક વાવની લીધી મુલાકાત

આ પ્રસંગે તેમની સાથે ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર, ભારત સ્થિત જર્મનીના રાજદૂત  ફિલિપ એકરમેન, કેન્દ્રીય વિદેશ મંત્રાલયના પ્રોટોકોલના ચીફ  અમિતકુમાર, ગુજરાત સરકારના પ્રવાસન સચિવ કુલદીપ આર્ય, ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર  જે.એન. વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી બી.જે.પટેલ, ડેપ્યુટી ચીફ પ્રોટોકોલ  સંકેતસિંહ વાઘેલા, આર્કિયોલોજી વિભાગના બરોડા સર્કલના એસ.એ.એ.એસ.આઇ. શુભમ મજુમદાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati

બાંધણી-પટોળાને 'લોકલ ટુ ગ્લોબલ' બનાવવાનું માધ્યમ બનતી 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ'

રાજકોટમાં આયોજિત 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ : સૌરાષ્ટ્ર-કચ્છ' ખાતે બીજા દિવસે ગુજરાત સરકારના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ તથા ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે 'હસ્તકલા સેતુ યોજના' અંતર્ગત 'વિરાસતને વૈશ્વિક તકો સાથે વણવી : બાંધણી અને પટોળા માટે ડિઝાઇન ઇનોવેશન, પેકેજિંગ અને નિકાસની સજ્જતા' વિશે સેમિનાર યોજાયો હતો.

Gujarati

વી.જી.આર.-એક્ઝિબિશનમાં રિવર્સ બાયર્સ-સેલર્સ મીટમાં રૂ. 500 કરોડના નિકાસ અંગે થઈ વ્યાવસાયિક પૂછપરછ

જેને પોતાના ઉત્પાદનો વેચવા માટે રાજ્યમાંથી 1800થી વધુ ઉત્પાદકો ઉમટ્યા છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO)ના એડિશનલ ડાયરેક્ટર જનરલ સુવિધ શાહના જણાવ્યા પ્રમાણે, આ રિવર્સ બાયર્સ–સેલર્સ મીટ થકી સ્થાનિક ઉત્પાદકોને પોતાના ઉત્પાદનો સીધા વિદેશમાં વેચવા માટેનું મોટું પ્લેટફોર્મ મળ્યું છે. જેના કારણે તેઓને મોટો આર્થિક ફાયદો થનાર છે. 

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
apply