Skip to main content
Settings Settings for Dark

Live TV

X

શેરબજારની શાનદાર શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાન પર થઈ રહ્યા છે ટ્રેડ

BSE અને NSE સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં સોમવારે વધારો નોંધાયો હતો. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાના રેન્કિંગમાં ભારતે જાપાનને પાછળ છોડીને એક નવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારતીય અર્થતંત્ર અંગેની આ માહિતી બજારમાં રોકાણકારોનો ઉત્સાહ વધારવામાં મદદરૂપ થયા છે. 

Gujarati

સાંસદ બૈજયંત પાંડાના નેતૃત્વમાં સર્વદળીય પ્રતિનિધિ મંડળ કુવૈત પહોંચ્યું

ભારતીય જનતા પાર્ટીના નેતા બૈજયંત જય પાંડાના નેતૃત્વમાં એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ બહેરીનની સફળ મુલાકાત પૂર્ણ કર્યા બાદ સોમવારે કુવૈત પહોંચ્યું હતું. આ બે દિવસની મુલાકાત 'ઓપરેશન સિંદૂર'નો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય આતંકવાદ સામે ભારતની 'ઝીરો ટોલરન્સ' નીતિ પર ભાર મૂકવાનો છે.

આતંકવાદ સામે ભારતના કડક સંદેશ સાથે પ્રતિનિધિમંડળ પહોંચ્યું 

Gujarati

જુલાઇવાળી મેમાં ! મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા સહિત દક્ષિણ ભારતમાં પહોંચ્યું ચોમાસુ

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મહારાષ્ટ્રમાં પહોંચ્યું છે અને આગામી 3 દિવસમાં તે મુંબઇ અને અન્ય ભાગોમાં પહોંચી જવાની પણ આગાહી કરવામાં આવી છે.  ભારતીય હવામાન વિભાગે કહ્યું હતું કે,   મહારાષ્ટ્રમાં તટીય કોંકણ અને ગોવામાં  ભારે પ્રી મોન્સૂન વરસાદ થઈ રહ્યો છે.  મહારાષ્ટ્રના દક્ષિણ ભાગમાં દેવગઢમાં ચોમાસુ પ્રવેશી ચૂક્યું છે. કેરળની વાત કરવામાં આવે તો  હવામાન વિભાગે કરેલી ભારે વરસાદની આગાહીને પગલે  5 જિલ્લાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની સૂચના આપી દેવામાં આવી છે.  જેમાં કોઝીકોડ, વાયનાડ માટે  રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Gujarati

MI VS PBKS: બંને ટીમો આજની મેચ જીતીને ટોપ-2માં સ્થાન મેળવવા માંગશે

ઇન્ડિયન પ્રેમિયર લીગ 2025ની 69મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ સામ સામે ટકરાશે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. બંને ટીમો સિઝનમાં પહેલી વાર એકબીજાનો સામનો કરશે. મુંબઈ હાલમાં 13 મેચમાં 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર ચોથા ક્રમે છે. જ્યારે પંજાબ 13 મેચમાં 17 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. MI અને PBKS વચ્ચેની આ મેચ ખૂબ જ રોમાંચક બનવાની છે, કારણ કે ટોપ-2માં  સ્થાન મેળવવા માટે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

હેન્ડ ટુ હેડમાં મુંબઈ આગળ, સૂર્યકુમાર શાનદાર ફોર્મમાં

Gujarati

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. તેઓ દાહોદમાં 24 હજાર કરોડની અને ભૂજમાં 54 કરોડથી વધુના વિકાસકાર્યોની  વિવિધ પરિયોજનાઓનું ખાત્ મુર્હૂત અને લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.આ પ્લાન્ટ આગામી 11 વર્ષમાં એક હજાર બસ્સો માલગાડીના ઇલેક્ટ્રિક એન્જિનનું ઉત્પાદન કરશે. વડાપ્રધાન મોદી દેશનું પ્રથમ અત્યાધુનિક ઇલેક્ટ્રિક 9 હજાર હોર્સપાવર ઇલેક્ટ્રિક એન્જિનનું પણ દેશને સમર્પિત કરશે. આ દેશનું સૌથી શક્તિશાળી સિંગલ એન્જિન છે. જેનાથી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 5,000 ટન વજનની માલગાડીઓની અવરજવર સુનિશ્ચિત થશે.

Gujarati

SRH vs KKR: હૈદરાબાદે કોલકાતાને 110 રનથી હરાવ્યું, ક્લાસેનની 37 બોલમાં સદી

ઈન્ડિયન પ્રીમિયર લીગની 68મી લીગ મેચમાં, સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઇડર્સને 110 રનના મોટા માર્જિનથી હરાવ્યું છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી ગ્રાઉન્ડમાં રમાઈ હતી. આ બંને ટીમો માટે આ સિઝનની છેલ્લી મેચ હતી. બંને પહેલાથી જ IPL 2025ની પ્લેઓફ રેસમાંથી બહાર થઈ ગયા હતા. આ મેચમાં ટોસ જીત્યા બાદ હૈદરાબાદે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદે હેનરિક ક્લાસેનની 39 બોલમાં ફટકારેલી તોફાની સદીના આધારે કોલકાતા સામે 279 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. પરંતુ જવાબમાં, કોલકાતાની બેટિંગ 19મી ઓવરમાં પડી ભાંગી હતી. 

કેવી રહી કોલકાતાની ઇનિંગ્સ ?

Gujarati

'પીએમ સૂર્ય ઘર યોજના'ને કારણે રાજકોટના લોકોને વીજળીના બિલમાંથી રાહત

 

તેમણે અન્ય લોકો સુધી તેના લાભ પહોંચાડવા માટે વધુ છૂટછાટોની માંગ કરી છે. રાજકોટના રહેવાસી લાભાર્થીએ તેમના ઘરે સોલાર પેનલ લગાવ્યા છે.લાભાર્થીએ તેમણે દોઢ વર્ષ પહેલા સોલાર પેનલ લગાવ્યા હતા. તેમણે જણાવ્યું કે તેને લગાવતા પહેલા દર મહિને વીજળીનું બિલ લગભગ 5 થી 6 હજાર રૂપિયા આવતું હતું. સરકાર દ્વારા આના પર છૂટ પણ આપવામાં આવી છે. તેને ઇન્સ્ટોલ કર્યા પછી, કોઈ પણ વીજળી બિલ ચૂકવવું પડતું નથી.તેમણે કહ્યું કે તેમને સરકાર તરફથી મુક્તિ મળી છે. તેમણે કહ્યું કે જો સરકાર આમાં વધુ છૂટછાટ આપે તો વધુને વધુ લોકો તેનો લાભ મેળવી શકશે.

Gujarati

જુનિયર શૂટિંગ વર્લ્ડ કપ: સુહલમાં ભારત માટે વધુ એક ડબલ પોડિયમ

નારાયણ પ્રણવ અને ખ્યાતિ ચૌધરીએ સિલ્વર મેડલ જીત્યો જ્યારે હિમાંશુ અને શામ્ભવી ક્ષીરસાગરે બ્રોન્ઝ મેડલ જીત્યો, જેનાથી ભારતની મેડલ ટેલી બે અંકમાં પહોંચી ગઈ (બે ગોલ્ડ, ચાર સિલ્વર, ચાર બ્રોન્ઝ) અને સોમવારે (26 મે) અંતિમ દિવસે બે વધુ ફાઇનલ યોજાશે.ખ્યાતિ અને નારાયણની જોડી ૩૮ ટીમોના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ૬૩૧.૦ પોઈન્ટ સાથે બીજા સ્થાને રહી અને તેમને હુઆંગ યુટીંગ (ઓલિમ્પિક ચેમ્પિયન, બે વખત ઓલિમ્પિક મેડલ વિજેતા અને સિનિયર એર રાઇફલ વર્લ્ડ ચેમ્પિયન) અને હુઆંગ લિવાનલિન (જુનિયર એર રાઇફલ વર્લ્ડ ચેમ્પિયન) ની ચીની જોડી સામે ગોલ્ડ મેડલ જીતવાની તક મળી, જેઓ સંયુક્ત ૬૩૨.૬ પોઈન્ટ સાથે રેન્કિંગમાં ટોચ પર હતા.

Gujarati

'જગન્નાથ રથયાત્રા' માટે રથનું નિર્માણ કાર્ય પ્રગતિમાં

મુખ્ય રથ નિર્માતાની દેખરેખ હેઠળ, ૩૬ પૈડાંનું બાંધકામ પૂર્ણ થયા પછી, ૧૪ નાહકા ચોપાટા પર કામ શરૂ થયું છે, જે રથનો એક ભાગ છે. ત્રણેય રથ પર એક જ ગતિએ કામ ચાલી રહ્યું છે.રથ બનાવવાનું કામ સમયસર પૂર્ણ થાય તે માટે મુખ્ય રથ બનાવનાર અને સહાયકો સાથે મળીને કામ કરી રહ્યા છે. રથના વિવિધ ભાગો કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવી રહ્યા છે.દરેક રથના છેલ્લા બે પૈડા બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ચક્રનો એક ભાગ, સિંગરા, પૂર્ણ થઈ ગયું છે. પાઇ (એક્ષલ) બાંધવાનું કામ ચાલી રહ્યું છે. રવિવારે પી સંયોગ (એક્સલ કનેક્શન) નું કામ થવાનું છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
apply