Skip to main content
Settings Settings for Dark

Live TV

X

રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઈ તંત્ર સજ્જ

રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઈ તંત્ર સજ્જ થયું છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 20 બેડનો કોરોનાનો આઈસોલેશન  વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં વેન્ટિલેટર, ઓક્સિજન, PPE કીટ, માસ્ક, અને જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સુપ્રીડેન્ટન્ટ મિતા પરીખે જણાવ્યું હતું કે ગાંધીનગર સિવિલમાં દરરોજના 5 ટેસ્ટ કરવામાં આવે છે...સિવિલ હોસ્પિટલમાં એક પણ દર્દી પોઝિટિવ સામે આવ્યો નથી....
 

Gujarati

ભારતીય શેર બજાર ગ્રીન ઝોનમાં થયું બંધ

વૈશ્વિક મિશ્ર સંકેતોના પગલે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો. ભારતીય શેર બજાર આજે  ગ્રીન ઝોનમાં બંધ થયું . મુંબઈ સ્ટોક એક્સચેન્જનો  BSE સૂચકાંક 769 પોઇન્ટ વધીને  81 ,721 અંકની સપાટીએ બંધ થયો. તેમજ NSE 243 અંક વધીને  24,853 અંકની સપાટીએ બંધ.કારોબારી સત્ર દરમિયાન  પાવર ગ્રીડ, આઇટીસી, બજાજ ફીનસર્વના શેર ટોપ ગેઇનર્સ રહ્યા હતા. અને ભારતીય રૂપિયાની ડોલર સામે 14 પૈસાની મજબૂતી જોવા મળી રહી છે.

 

Gujarati

ભારતીય શેર બજાર ગ્રીન ઝોનમાં થયું બંધ

વૈશ્વિક મિશ્ર સંકેતોના પગલે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો. ભારતીય શેર બજાર આજે  ગ્રીન ઝોનમાં બંધ થયું . મુંબઈ સ્ટોક એક્સચેન્જનો  BSE સૂચકાંક 769 પોઇન્ટ વધીને  81 ,721 અંકની સપાટીએ બંધ થયો. તેમજ NSE 243 અંક વધીને  24,853 અંકની સપાટીએ બંધ.કારોબારી સત્ર દરમિયાન  પાવર ગ્રીડ, આઇટીસી, બજાજ ફીનસર્વના શેર ટોપ ગેઇનર્સ રહ્યા હતા. અને ભારતીય રૂપિયાની ડોલર સામે 14 પૈસાની મજબૂતી જોવા મળી રહી છે.

 

Gujarati

ધરોઈ ડેમ ખાતે ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા અને સાબરકાંઠાની સરહદ પર આવેલા ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નો શુભારંભ કરાવ્યો.મુખ્યમંત્રીએ અહીં એડવેન્ચર ઝોનનું ઉદઘાટન કર્યુ હતું અને સ્પીડ બોટ રાઈડનો આનંદ પણ માણ્યો હતો. પ્રવાસન મંત્રી  મૂળુભાઈ બેરા અને મહાનુભાવો સાથે એડવેન્ચર ઍક્ટિવિટી સ્થળની મુલાકાત લઈને પેરા મોટરીંગ સહિતની રાઇડસ પણ નિહાળી હતી અને ટેન્ટસિટીનું ઉદ્દઘાટન કરીને તેની મુલાકાત લીધી હતી. પ્રવાસન વિભાગના સચિવ ડૉ.

Gujarati

ઓપરેશન સિંદૂર પ્રધાનમંત્રી મોદીની ઇચ્છાશક્તિ, બુદ્ધિમત્તા અને સેનાની તાકાતનું પ્રતીક

22મા બોર્ડર સિક્યુરિટી ફોર્સના શપથ સમારોહ અને રૂસ્તમજી મેમોરિયલ લેક્ચર દરમિયાન સંબોધન કરતી વખતે અમિત શાહે ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી અને ભારતની આતંકવાદ વિરોધી વ્યૂહરચનામાં આમૂલ પરિવર્તન લાવવા અને ઓપરેશન સિંદૂર જેવા નિર્ણાયક પગલાં લેવા બદલ PM નરેન્દ્ર મોદીના નેતૃત્વને શ્રેય આપ્યો.ભારતની સંયમિત અને સચોટ રણનીતિ પર ભાર મૂકતા તેમણે કહ્યું, "અમે ન તો કોઈ પાકિસ્તાની લશ્કરી સ્થાપનોને નિશાન બનાવ્યા કે ન તો કોઈ એરબેઝ પર હુમલો કર્યો. અમે ફક્ત અને ફક્ત તે આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો જેમણે આપણા દેશમાં ગુનાઓ કર્યા હતા.

Gujarati

પ્રધાનમઁત્રી મોદીએ ભારત-મ્યાનમાર-થાઇલેન્ડ ત્રિપક્ષીય હાઇવેના મહત્વ પર પ્રકાશ પાડ્યો

નવી દિલ્હીમાં રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરતી વખતે,પ્રધાનમંત્રી મોદીએ ભારત-મ્યાનમાર-થાઇલેન્ડ ત્રિપક્ષીય હાઇવેના મહત્વ પર પ્રકાશ પાડ્યો, જે મ્યાનમારથી થાઇલેન્ડ સુધી સીધો પ્રવેશ પૂરો પાડશે.

Gujarati

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” વિષય આધારિત લોકજાગૃતિ અભિયાનનું આયોજન

આ અભિયાનના ભાગરૂપે  તા. ૨૨ જૂનના રોજ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ ગીર ફાઉન્ડેશન ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન-ગાંધીનગર ખાતેથી “પ્લાસ્ટિક એકત્રીકરણ ઝુંબેશ”નો પ્રારંભ કરાવ્યો હતો. ગીર ફાઉન્ડેશન-ગાંધીનગર તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ-ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આ ઝુંબેશ દરમિયાન મંત્રીએ ઇદ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે ઉભા કરાયેલા “પ્લાસ્ટિક એકત્રીકરણ કેન્દ્ર”નો પણ શુભારંભ કરાવ્યો હતો. આ કેન્દ્ર ખાતે પ્લાસ્ટિક કચરો જમા કરાવનાર બાળકોને પ્રોત્સાહનરૂપે મંત્રીના હસ્તે રીસાયકલ કરેલા પ્લાસ્ટિકથી બનેલી ઉપયોગી ચીજ-વસ્તુઓ આપવામાં આવી હતી. 

Gujarati

અમદાવાદના ગુરુકુળ રોડમાં પૂર્વી ટાવરના ફ્લેટમાં આગનો બનાવ ,આ આગના બનાવમાં કોઇ જાનહાનીનો બનાવ બન્યો નથી

ગુરુકુળ રોડ પર સુભાષચોક પાસે આવેલા પૂર્વી ટાવરના 8માં માળે એક ફ્લેટમાં આગનો બનાવ બન્યો હતો. એસીમાં કોઇ ખામી સર્જાયા બાદ આગ લાગી હોવાનું પ્રાથમિક માહિતી  સામે આવી છે . સ્થાનિકોમાં થોડો સમય અફરા-તફરી મચી ગઇ હતી.આગના બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓ બનાવ સ્થળે પહોંચ્યા છે. પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાઈ હતી.

Gujarati

દ્વારકા જિલ્લાનો દરિયા કાંઠો બન્યો લીલા અને ઓલિવ રીડલી કાચબાનું "પિયર"

કાચબાની વિશ્વમાં જોવા મળતી કુલ ૭ પ્રજાતિઓ પૈકી ભારતના દરિયામાં કુલ ૫ પ્રજાતી જોવા મળે છે. તેમજ ગુજરાતના દરિયામાં ૪ પ્રજાતી જોવા મળે છે. જેમાં ખાસ કરીને દ્વારકા જિલ્લાના દરિયા કાંઠે "લીલા કાચબા" અને "ઓલીવ રીડલી કાચબા"ની મોટા પ્રમાણમાં વસાહત રહેલી છે. કાચબા ઉછેર કેન્દ્ર ઓખામઢી ખાતે વર્ષ ૨૦૧૨થી વર્ષ ૨૦૨૫ સુધીમાં અંદાજિત ૮૦ હજાર કાચબાનો ઉછેર કરી ફરી સમુદ્રમાં છોડવામાં આવ્યા છે.  દરિયાઇ કાચબાના ઉછેર માટે દ્વારકા જિલ્લામાં બે સ્થળો ઓખામઢી (જૂની) તેમજ નાવદ્રા ખાતે  હેચરી આવેલી છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
apply