IPLમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મુકાબલો
ઇન્ડિયન પ્રીમિયર લીગની 61મી મેચ આજે સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદનો લખનઉ સુપર જાયન્ટ્સ સાથે મુકાબલો છે. પ્લેઓફની દોડમાં ટકી રહેવા માટે LSGને કોઈપણ કિંમતે આ મેચમાં મોટી જીતની જરૂર પડશે. LSG હાલમાં 11 મેચોમાં 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે અને તેની નેટ રન રેટ -0.469 છે. પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે, લખનઉએ ફક્ત બાકીની ત્રણેય મેચ જીતવી જ નહીં, પરંતુ પોતાની નેટ રન રેટ સુધારવા માટે મોટા માર્જિનથી જીત પણ મેળવવી પડશે. લખનઉ માટે સૌથી નબળી કડી ટીમના કેપ્ટન ઋષભ પંત છે. આ સિઝનમાં ઓછામાં ઓછા 100 બોલ રમનારા કોઈપણ ખેલાડીમાં ઋષભ પંતનો સ્ટ્રાઈક-રેટ સૌથી ઓછો (99.22) છે.