Skip to main content
Settings Settings for Dark

Live TV

X

સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના કટુડા ગામે જિલ્લા વિકાસ અધિકારીએ પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લીધી

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કટુડા ગામે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી અંજીરની ખેતી કરતા યુવા ખેડૂત મિલન રાવલના મોડેલ ફાર્મની જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક દ્વારા મુલાકાત કરવામાં આવી હતી.આ તકે જિલ્લા વિકાસ અધિકારીએ સમગ્ર ફાર્મનું નિરીક્ષણ કરી તેના વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી. વધુમાં તેમણે અંજીર આગામી સમયમાં આ વિસ્તારમાં આશાસ્પદ પાક તરીકે ઉભરી આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.આ મોડેલ ફાર્મની અધેલી, દેવચરાડી, પ્રાણગઢ, ચમારજ સહીતના જિલ્લાના અન્ય ગામોના ખેડૂતો મુલાકાત લઈ જાણકારી મેળવી રહ્યા છે.

Gujarati

ભારતનો ઉદ્યોગ ક્ષેત્ર 2035 સુધીમાં 3 ટ્રિલિયનની તકો પ્રદાન કરશે, ઉત્પાદન ક્ષેત્ર નેતૃત્વ કરશે

ભારતનું ઔદ્યોગિક ક્ષેત્ર 2035 સુધીમાં કૃષિ ક્ષેત્રને પાછળ છોડી દેશે અને કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) માં 30 થી 32 ટકાનો મોટો હિસ્સો મેળવશે. આ સાથે, આ પ્રદેશ ઉત્પાદન ક્ષેત્રના નેતૃત્વ હેઠળ $3 ટ્રિલિયનની તકો લાવશે.

Gujarati

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પશ્ચિમ સરહદ પર સુરક્ષા પરિસ્થિતિની કરી સમીક્ષા

ભારતીય સેનાએ પાકિસ્તાનને સીમા પાર ગોળીબાર કે દારૂ ગોળો ન કરવાની  વાત કરી હતી. પાકિસ્તાની સેનાની પીછેહઠ બાદ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે સીડીએસ, સેના અને નૌકાદળના વડા સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ સંદર્ભમાં સત્તાવાર માહિતી આપતાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે નવી દિલ્હીમાં યોજાયેલી બેઠક દરમિયાન દેશની પશ્ચિમી સરહદ અંગે સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. સંરક્ષણ મંત્રીએ સરહદ સુરક્ષા અંગે આ સમીક્ષા કરી.

Gujarati

'ઓપરેશન સિંદૂર' પછી, પ્રધાનમંત્રી મોદી આદમપુર એરબેઝ પહોંચ્યા અને સૈનિકોનું મનોબળ વધાર્યું

Gujarati

ઓપરેશન સિંદૂર દરમિયાન ગુજરાતમાં સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર ૧૪ લોકો સામે FIR દાખલ

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ કરનાર ૧૪ વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે. 

Gujarati

ભવિષ્યના પડકારો માટે સજ્જ બનતું ગુજરાત

> ગુજરાતના યુવાનોને ‘ફ્યુચર રેડી’ બનાવવા માટે હવે અમદાવાદમાં ‘આઈ-ફેક્ટરી લેબ’

> ઇન્ડસ્ટ્રી 4.0ની ઉભરતી ટેક્નોલોજી અંગેના અભ્યાસક્રમો શીખવા માટે લેબમાં તાલીમ મળશે

> પ્રધાનમંત્રીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં આ પહેલ મહત્વપૂર્ણ યોગદાન આપશે
 

Gujarati

સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસે બુલેટ સહિતના ટુ-વ્હીલર વાહન ચાલકો સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસે બુલેટ સહિતના ટુ-વ્હીલર વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી.નિયમ વિરુદ્ધ ધ્વનિ પ્રદૂષણ કરતા સાઇલેન્સર લગાવતા અને નંબર પ્લેટમાં ક્ષતિ ધરાવતા વાહન ચાલકો સામે કરાઈ કાર્યવાહી કારવામી આવી છે.ઉપાસના સર્કલ રોડ, બસ સ્ટેન્ડ રોડ, અને ડી માર્ટ પાસે વિગેરે જાહેર રસ્તાઓ ઉપર પોલીસે કરી સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી.મોટી સંખ્યામાં બુલેટ અને ટુ-વ્હીલર વાહન પોલીસે ડીટેઇન કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને લાવવામાં આવ્યા છે.ડીટેઇન કરાયેલા વાહન ચાલકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.. 

Gujarati

સુરેન્દ્રનગર : ગૌતમગઢ નજીક ભોગાવો નદીમાં ડૂબી જતાં બે બાળકોના મૃત્યુ

સુરેન્દ્રનગર જિલ્લાના ગૌતમગઢ નજીક ભોગાવો નદીમાં નહાવા પડેલા બે સગા ભાઈઓનું ડૂબી જતાં મોતની ઘટના સામે આવી છે . મૃતકોની ઓળખ કિશોરસિંહ જાડેજા અને અજયરાજસિંહ પરમાર તરીકે થઈ છે. બંને ભાઈઓ નહાવા પડતાં  નદીના પાણીમાં ડૂબી જતાં ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ  થયું હતું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.ફાયર બ્રિગેડની ટીમે બે થી ત્રણ કલાકની મહેનત બાદ બંને ભાઈઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા. બંને ભાઈઓના મૃત્યુથી પરિવારજનોમાં શોકનો માહોલ  છવાઈ ગયો હતો. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુળી સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે. 

Gujarati

દેશના 32 એરપોર્ટ પર 15 મે સુધી ઉડાણ પર લગાવાયેલ પ્રતિબંધ હટાવાયો

 દેશના 32 એરપોર્ટ હવે ખોલવામાં આવ્યા છે. 5 દિવસ પછી, આ એરપોર્ટ પરથી ફરી ફ્લાઇટ્સ શરૂ થઈ ગઈ છે. એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું હતું કે ૧૫ મે ૨૦૨૫ ના રોજ સાંજે ૦૫:૨૯ વાગ્યા સુધી ૩૨ એરપોર્ટને નાગરિક વિમાન સંચાલન માટે અસ્થાયી રૂપે બંધ કરવા માટે એક સંદર્ભ સૂચના જારી કરવામાં આવી છે.સૂચિત કરવામાં આવે છે કે આ એરપોર્ટ હવે તાત્કાલિક અસરથી નાગરિક વિમાન સંચાલન માટે ઉપલબ્ધ છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ એરલાઇન્સ સાથે સીધી ફ્લાઇટ સ્ટેટસ તપાસે અને નિયમિત અપડેટ્સ માટે એરલાઇન વેબસાઇટ્સનું નિરીક્ષણ કરે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
apply