Skip to main content
Settings Settings for Dark

Live TV

X

વિદેશમંત્રી ડૉ. એસ.જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો સાથે કરી વાત

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે આજે સવારે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો સાથે વાત કરી. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારતનો અભિગમ હંમેશા સંતુલિત અને જવાબદાર રહ્યો છે અને ભવિષ્યમાં પણ એવો જ રહેશે. 

યુએસ વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં પ્રવક્તા ટેમી બ્રુસે જણાવ્યું હતું કે, વિદેશમંત્રી રુબિયોએ બંને પક્ષો વચ્ચે તણાવ ઓછો કરવા અને સીધી વાતચીત સ્થાપિત કરવા વિનંતી કરી છે. ભવિષ્યમાં આવા વિવાદ ટાળવા માટે અમેરિકાએ ચર્ચાઓને સમર્થન આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

Gujarati

પશ્ચિમ રેલ્વે વિભાગ દ્વારા ટ્રેનો કરાઈ રદ

પશ્ચિમ રેલ્વે વિભાગ  અમદાવાદ દ્વારા  કેટલીક ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં નીચે મુજબની ટ્રેનોનો સમાવેશ થાય છે.

1. 10.05.2025 ની ટ્રેનની સંખ્યા 09446/09445 ભુજ-રાજકોટ-ભુજ સ્પેશિયલ
2.  09.05.2025 ની ટ્રેનની સંખ્યા 94801 અમદાવાદ-ભુજ નમો ભારત રૈપિડ રેલ
3.  10.05.2025 ની ટ્રેનની સંખ્યા 94802 ભુજ-અમદાવાદ નમો ભારત રૈપિડ રેલ
4.  09.05.2025ની ટ્રેનની સંખ્યા 22483 જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસ
5.  10.05.2025 ની ટ્રેનની સંખ્યા 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ

Gujarati

શ્રીલંકામાં થયું હેલિકોપ્ટર ક્રેશ

શ્રીલંકામાં  હેલિકોપ્ટર દુર્ઘટનામાં છ લશ્કરી જવાનોનાના મોત થયા છે.  બેલ 212 હેલિકોપ્ટર મધ્ય શ્રીલંકાના માદુરુ ઓયા જળાશયમાં ક્રેશ થયું . આ હેલિકોપ્ટરમાં સશસ્ત્ર દળોના 12 સભ્યો  સવાર હતા. વિમાનને લશ્કરી પાસિંગ-આઉટ પરેડ સાથે જોડાયેલી ગ્રૅપલિંગ ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યું હતું.ચાર સ્પેશિયલ ફોર્સ કર્મચારીઓ અને બે એરફોર્સ ગનર્સના  મૃત્યુ થયા છે.એરફોર્સના પ્રવક્તા ગ્રુપ કેપ્ટન એરંડા ગિગુએનેઝે આ વાતની પુષ્ટિ આપી છે.જો કે  હેલિકોપ્ટર  કયા કારણોસર ક્રેશ થયું તેની માહિતી સામે આવી નથી.

 

Gujarati

સોનાના ભાવમાં નોંધાયો ઘટાડો

સોનાના ભાવમાં ઘટાડો થયો છે.સોનાના ભાવ ઘટીને 97,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન  અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 383 રૂપિયા ઘટીને 96,647 રૂપિયા થયો છે, જે પહેલા 97,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.

Gujarati

રાજ્યમાં આગામી 15 મે સુધી ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવ ભરી સ્થિતિને લઈને  ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક કરી.ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવ ભરી સ્થિતિને લઈને સુરક્ષાને ધ્યાને રાખીને ગુજરાતના સરહદી ગામોમાં સુરક્ષાદળોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ ભુજ એરપોર્ટને સેનાને હવાલે કરી દેવામાં આવ્યું છે. સોશિયલ મીડિયોમાં અફવા અને સેનાનું મનોબળ તૂટે ટેવી પોસ્ટ કરનારા ચાર લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Gujarati

ભારત અને પાકિસ્તાનની પરિસ્થિતિ અંગે રાજનાથ સિંહની અધ્યક્ષતામાં બેઠક

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ત્રણેય સેનાઓના પ્રમુખો સાથે બેઠક યોજી  હતી... આ બેઠકમાં CDS અને DRDO ચીફની  ઉપસ્થિતમાં ભારત અને પાકિસ્તાનની તણાવ ભરી પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી,એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ અને નેવી ચીફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ હાજરી આપી હતી. સંરક્ષણ સચિવ આર.કે.બેઠકમાં હાજરી આપી. સિંઘ પણ હાજર હતા. બેઠક દરમિયાન સંરક્ષણ મંત્રાલયે વિવિધ મીડિયા ચેનલોને એડવાઇઝરીનું પાલન કરવાનો નિર્દેશ પણ કર્યો છે.

Gujarati

ભારત અને પાકિસ્તાનના તણાવને લઇને ઇન્ડિગો એરલાઇને 10 મે સુધી ફ્લાઇટને કરી કેન્સલ

પહેલગામ હુમલા બાદ ભારતે Operation Sindoor દ્વારા બદલો લીધો છે.અત્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાને ભારતના કેટલાક શહેરો પર ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો હતો જેનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો.

ભારતે પાકિસ્તાનના લાહોર-કરાચી સહિતના શહેરો પર ડ્રોનથી હુમલા કર્યા. પાકિસ્તાન મોડી રાતથી સતત ભારતના અલગ અલગ શહેરો પર હવાઇ હુમલાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ ભારતીય સેનાએ પોતાના સુદર્શન ચક્ર S-400ની મદદથી તેના એટેકને નિષ્ફળ બનાવ્યો છે. ભારતીય સેના તરફથી જવાબી કાર્યવાહી શરૂ છે.

Gujarati

PM મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીને નાગરિકોની સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શિકા આપી

ભારત-પાકિસ્તાનના  તણાવ વચ્ચે  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સરહદ પરની તણાવની વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરી તેમજ  નાગરિકોની સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શિકા આપી.

ત્યારબાદ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે X પર  પોસ્ટ કરીને માહિતી આપી.

Gujarati

IPL 2025: SRH અને DC વચ્ચે આજે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ટક્કર

સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે રાજીવ ગાંધી સ્ટેડિયમમાં 55મી મેચ રમાવાની છે. ત્યારે ટીમ વિશે વાત કરવામાં આવે તો સનરાઇઝર્સ હૈદરાબાદ ટુર્નામેન્ટમાંથી બહાર થવાની આરે છે, પ્લેઓફમાં પહોંચવાની તેની આશા જીત્યા પછી પણ અન્ય ટીમો પર નિર્ભર રહેશે. જો હૈદરાબાદ આજની મેચ હારી જાય છે, તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થનારી ત્રીજી ટીમ બનશે.

Gujarati

ન્યૂઝ પોર્ટલ 'બલુચિસ્તાન ટાઇમ્સ' અને 'બલુચિસ્તાન પોસ્ટ'ના એકાઉન્ટ્સ પર લાગ્યો પ્રતિબંધ

ભારત અને પાકિસ્તાનના વધી રહેલા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે વધુ એક કડક પગલું ભર્યું છે અને દેશમાં બે ન્યૂઝ પોર્ટલ 'બલુચિસ્તાન ટાઇમ્સ' અને 'બલુચિસ્તાન પોસ્ટ'ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x હેન્ડલ પર પ્રતિબંધ મૂક્યો છે. આ કાર્યવાહી કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે અપનાવેલા આક્રમક વલણનો એક ભાગ છે.

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાનનું X એકાઉન્ટ પણ ભારતમાં બ્લોક

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
apply