વક્ફ સંશોધન કાયદા પર આજે SCમાં સુનાવણી, કેન્દ્રએ રજૂ કર્યું હતું સોગંદનામું
વકફ સંશોધન કાયદા પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ પહેલા 17 એપ્રિલના રોજ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ આપવા માટે સાત દિવસનો સમય આપ્યો હતો. સાથે જ આગામી સુનાવણી સુધી વકફ બોર્ડની નવી નિયુક્તિ પર રોક લગાવી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો જવાબ આવવા સુધીમાં વકફ ઘોષિત સંપત્તિ જેમ છે તેમ જ રાખવા કહ્યું હતું. કેન્દ્ર સરકારે 25 એપ્રિલના રોજ કોર્ટમાં સોગંદનામું રજુ કર્યું હતું અને કહ્યું હતું કે, આ કાયદો સંપૂર્ણ રીતે કાયદાકીય છે અને સંસદમાંથી પાસ પણ થયેલ છે. જેથી તેના પર રોક ન લગાવવામાં આવે.