Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ભારતીય શેરબજાર ફરી ચમક્યું, સેન્સેક્સમાં જોરદાર ઉછાળો

શેરબજાર આજે સોમવારે સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે લીલા રંગમાં ખૂલ્યું હતું. શરૂઆતના ટ્રેડમાં IT, PSU બેંકો અને નાણાકીય સેવાઓના ક્ષેત્રોમાં ખરીદી જોવા મળી હતી. સવારે 9.29 વાગ્યે, સેન્સેક્સ 396.06 પોઈન્ટ અથવા 0.50 ટકા વધીને 78, 949.26 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 98.20 પોઈન્ટ અથવા 0.41 ટકા વધીને 23,949.85 પર ટ્રેડ કરી રહ્યો હતો.

સકારાત્મક શરૂઆત પછી, નિફ્ટીને 23,700 પર સપોર્ટ મળવાની શક્યતા 

Gujarati

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું જામનગરમાં આગમન, એરપોર્ટ પર ઉષ્માભેર સ્વાગત

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં જામનગરમાં આવેલી ગુજરાત આયુર્વેદ વિશ્વ વિદ્યાલયના 29મા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જામનગર એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું આગમન થતા મહાનુભાવોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. મહાનુભવોએ ફૂલનો ગુલદસ્તો આપી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું અભિવાદન કર્યું હતું. 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સ્વાગતમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર ડી.કે.સિંઘ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati

અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેંસ આજથી 4 દિવસની ભારતની મુલાકાતે

અમેરિકાના ઉપપ્રમુખ જેમ્સ ડેવિડ (જેડી) વેંસ આજે સવારે ચાર -દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચી ગયા છે. ઉપપ્રમુખ જેડી વેંસ આજે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધોને વધુ તીવ્ર બનાવવાની ચર્ચા કરવામાં આવી શકે છે. અમેરિકાના ઉપપ્રમુખ તેમના પ્રતિનિધિ મંડળની સાથે દિલ્હીના અન્ય કાર્યક્રમોમાં પણ ભાગ લેશે, સાથે જ  તેઓ અમેરિકા જતાં પહેલાં જયપુર અને આગ્રાની મુલાકાત પણ લેશે.  

Gujarati

આજે 17મો સિવિલ સેવા દિવસ, PM મોદી લોક સેવકોને કરશે સંબોધિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 17મા સિવિલ સર્વિસ દિવસ નિમિત્તે દેશભરના લોક સેવકોને સંબોધિત કરશે. આ સતત સાતમી વાર છે, જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસેવા દિવસ પર અધિકારીઓને સંબોધિત કરશે. આ સાથે જ પ્રધાનમંત્રી સમગ્ર વિકાસ અને નવાચારો પર પુસ્તકોનું વિમોચન કરશે. પ્રસંગે નવી દિલ્હીમાં નાગરિક કર્મચારીઓને સંબોધન કરશે. જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી એવોર્ડ પણ આપશે.

 

Gujarati

IPL: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત અને સૂર્યાની શાનદાર ઇનિંગ

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રવિવારે રમાયેલી મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચેની મેચમાં મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને ચેન્નાઈને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ચેન્નાઈએ શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજાની અડધી સદીના આધારે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈએ રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક બેટિંગના આધારે 16મી ઓવરમાં જ લક્ષ્યનો પીછો કર્યો અને મેચ 9 વિકેટથી જીતી લીધી.

કેવી રહી મુંબઈની બેટિંગ ?

Gujarati

રાજકોટ - ભાવનગર હાઇવે પર બે કાર વચ્ચે ભયાવહ અકસ્માત, 4ના મોત-3 ઘાયલ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં અકસ્માતના બનાવમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ-ભાવનગર હાઇવે પર સરધાર-ભુપગઢ ગામ પાસે અલ્ટો કારમાં સવાર આઠ કૌટુંબિક પૈકી માતા - પુત્રી સહિત ચાર જેટલા વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા હોવાનું છતું થયું છે.

શું છે અકસ્માતની સંપૂર્ણ માહિતી ? 

Gujarati

ગુજરાત ટાઈટન્સે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટથી હરાવ્યું, બટલર 97 રન સાથે અણનમ

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 35મી મેચમાં ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટથી હરાવ્યું છે. ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી આ મેચ અમદાબાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ યોજાઇ હતી. જ્યાં ગુજરાતને જીતવા માટે દિલ્હીએ 204 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેણે 19.2 ઓવરમાં હાંસલ કરી લીધો. ગુજરાત તરફથી જોસ બટલરે અણનમ 97 રન બનાવ્યા હતા.

Gujarati

ભારતે બાંગ્લાદેશમાં હિન્દુ નેતાની હત્યાની નિંદા કરી, જાણો શું કહ્યું

ભારતે શનિવારે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના અગ્રણી નેતા ભાવેશચંદ્ર રોયના અપહરણ અને ક્રૂર હત્યાની નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે તેને દેશની વચગાળાની સરકાર હેઠળ લઘુમતીઓના "વ્યવસ્થિત ઉત્પીડનની પેટર્ન" ના ભાગ તરીકે ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, આ ઘટના બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતી જૂથો સામે લક્ષિત હિંસાના ખતરનાક વલણને પ્રતિબિંબિત કરે છે.

પ્રવક્તા રણધીર જયસ્વાલે શું કહ્યું ?

Gujarati

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની સાઉદી અરેબિયાની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તારીખ 22 અને 23 એપ્રિલના રોજ સાઉદી અરેબિયાની મુલાકાતે જશે. તેમને આ મુલાકાત માટે ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. 2016 અને 2019 પછી વડાપ્રધાન મોદીની સાઉદી અરેબિયાની આ ત્રીજી મુલાકાત હશે. વર્ષ 2023માં, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ નવી દિલ્હીની મુલાકાતે આવ્યા હતા. તેમણે G20 સમિટમાં હાજરી આપી હતી અને ભારત-સાઉદી અરેબિયા વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની પ્રથમ બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી.

Gujarati

IPL 2025: DCએ GTને 204 રનનો આપ્યો ટાર્ગેટ, આશુતોષ-અક્ષરે રાખ્યો રંગ

ગુજરાત ટાઇટન્સ (GT) આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ના 35મા મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ (DC) સામે રમી રહી છે. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 204 રનનો ટાર્ગેટ આપ્યો છે. દિલ્હી તરફથી અક્ષર પટેલે 39 રન બનાવ્યા. જ્યારે આશુતોષ શર્માએ 37 રનની ઇનિંગ રમી. જ્યારે ગુજરાત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ ચાર વિકેટ લીધી હતી. વર્તમાન IPL સિઝનમાં દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. દિલ્હીએ છ મેચ રમી છે અને પાંચમાં જીત મેળવી છે. ગુજરાત ટાઇટન્સે પણ 6 મેચ રમી છે અને ચારમાં જીત મેળવી છે.

દિલ્હી કેપિટલ્સ કેવું પ્રદર્શન કર્યું ?

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
apply