'વિશ્વ લીવર દિવસે' અમદાવાદ સિવિલમાં લીવર સહિત કુલ ત્રણ અંગો-આંખોનું દાન
'વિશ્વ લીવર દિવસ' નિમિત્તે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 188મા અંગદાતા થકી લીવર, બે કિડની અને બંને આંખોનું દાન મળ્યું છે. ખેડબ્રહ્માના 17 વર્ષના યુવાન મનુભાઇ ઓડિયાને માર્ગ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. સિવિલમાં સઘન સારવારના અંતે બ્રેઇન ડેડ જાહેર થતાં સ્વજનોએ અંગદાન કર્યું હતું.