Skip to main content
Settings Settings for Dark

Live TV

X

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી, સોશિયલ મીડિયા પર આપી માહિતી 

ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સોમવારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે, જેનાથી રમતના લાંબા ફોર્મેટમાં તેના ભવિષ્ય અંગે ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. હવે તે ફક્ત વનડેમાં જ રમશે. તેમની નિવૃત્તિ સાથે, ટેસ્ટ ફોર્મેટમાંથી ભારતીય અનુભવી ખેલાડીઓની વિદાય ચાલુ છે. રવિચંદ્રન અશ્વિન (ડિસેમ્બરમાં) અને રોહિત શર્મા (ગયા અઠવાડિયે) પણ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે.

છેલ્લે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રમતા જોવા મળ્યો 

Gujarati

યુદ્ધવિરામની અસર, જમ્મુ-કાશ્મીર સહિત સરહદી વિસ્તારોમાં શાંતિ: ભારતીય સેના

જમ્મુ-કાશ્મીર અને સરહદને અડીને આવેલા અન્ય વિસ્તારોમાં રવિવારે રાત્રિના સમયે ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની અસર જોવા મળી હતી. ભારત-પાકિસ્તાન સંઘર્ષ અને યુદ્ધવિરામની ઘોષણા બાદ રવિવારે રાત્રે ગોળીબારની કોઈ ઘટના બની ન હતી, જેના કારણે સરહદી વિસ્તારોમાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ દરમિયાન, સેનાએ પણ દાવો કર્યો હતો કે શાંતિ પુનઃસ્થાપિત થઈ ગઈ છે.

તાજેતરના સમયમાં પહેલી રાત જ્યારે શાંતિનો માહોલ જોવા મળ્યો 

Gujarati

આજે બુદ્ધ પૂર્ણિમાનો પાવન અવસર, રાષ્ટ્રપતિ સહિતનાઓએ પાઠવી શુભકામનાઓ

દેશભરમાં આજે બુદ્ધ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓએ દેશવાસીઓને બુદ્ધ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ ટ્વિટર પર લખ્યું કે, "બુદ્ધ પૂર્ણિમાના આ શુભ અવસર પર, હું વિશ્વભરના તમામ દેશવાસીઓ અને ભગવાન બુદ્ધના અનુયાયીઓને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું.

મહાત્મા બુદ્ધનો અહિંસા, પ્રેમ, કરુણાનો સંદેશ સમગ્ર માનવતાના કલ્યાણની ચાવી

Gujarati

રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 29 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. આ ઉપરાંત જૂનાગઢના માળીયા હાટીનામાં પોણા બે ઈંચ, જામનગરના જામજોધપુરમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. સોમવારે પણ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

કયા-કયા જિલ્લાઓમાં છે કમોસમી વરસાદની આગાહી ?

Gujarati

ભારત-પાક યુદ્ધ વિરામથી શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ 1900 પોઈન્ટને પાર

ભારત-પાકિસ્તાન યુદ્ધ વિરામને પગલે ભારતીય શેરબજારમાં ફુલ ગુલાબી તેજી જોવા મળી રહી છે. સોમવારે સેન્સેક્સમાં 2200 આંક જ્યારે નિફ્ટીમાં 700 આંકની તેજી જોવા મળી રહી છે. હાલ સેન્સેક્સ 2 હજાર 265ના વધારા સાથે 81 હજાર 719ની આસપાસ જ્યારે નિફ્ટી 700 અંકના વધારા સાથે  24 હજાર 708ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. કારોબારમાં સોમવારે રિયલ્ટી અને મેયલના શેરમાં સૌથી વધુ ખરીદી જોવા મળી હતી. ઉપરાંત સોમવારે અદાણી પોર્ટસ, જીયો ફાઈનાન્સ, શ્રી રામ ફાઈનાન્સના શેર ટોપ ગેનર્સ જ્યારે સન ફાર્મા, ઈન્ડસઈન્ડ બેંક ટોપ લુઝર્સ રહ્યા.

Gujarati

શું IPL ફરી શરૂ થવામાં લાગશે સમય ? જાણો BCCI ઊપપ્રમુખે શું કહ્યું

 

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ શરૂ થયા પછી પરિસ્થિતિ હવે ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે, ત્યારે ક્રિકેટ ચાહકોની નજર IPL 2025 સીઝન ફરી ક્યારે શરૂ થશે તેના પર રહેલી છે. આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાવાની હતી. આ અંગેનો નિર્ણય 11 મેના રોજ રવિવારે યોજાનારી બેઠકમાં લેવાનો હતો, પરંતુ હાલમાં બોર્ડે હજુ સુધી નવું સમયપત્રક જાહેર કર્યું નથી. ક્રિકેટ બોર્ડના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું હતું કે, હાલમાં આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને બોર્ડ બધાના સંપર્કમાં છે.

Gujarati

અફઘાનિસ્તાનમાં ચેસ પર પ્રતિબંધ ! તાલિબાને કહ્યો જુગારનો એક પ્રકાર

તાલિબાન સત્તાવાળાઓએ અફઘાનિસ્તાનમાં ચેસ જુગારનો સ્ત્રોત હોવાની ચિંતાને કારણે આગામી સૂચના સુધી તેના પર પ્રતિબંધ મૂક્યો છે. રમતગમત અધિકારીએ રવિવારે કહ્યું હતું કે, આ સરકારના નૈતિકતા કાયદા હેઠળ ગેરકાયદે છે. 

2021માં સત્તા કબજે કર્યા પછી તાલિબાન સરકારે સતત એવા કાયદા અને નિયમો લાદ્યા છે જે ઇસ્લામિક કાયદાના તેના કઠોર દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે.

રમતગમત નિર્દેશાલયના પ્રવક્તાએ આ વિશે શું કહ્યું ?

Gujarati

છત્તીસગઢના રાયપુરમાં ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 13ના મૃત્યુ-ઘણા ઘાયલ

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ, અહીં રાયપુર-બાલોદ બજાર રોડ પર સારાગાંવ નજીક ટ્રક અને ટ્રેલર વચ્ચે થયેલી ટક્કરમાં 13 લોકોના મૃત્યુ થયા છે. આ અકસ્માતમાં અન્ય 12 લોકો ઘાયલ થયા છે. આ ગમખ્વાર અકસ્માતમાં નવ મહિલાઓ અને ચાર બાળકોઓએ જીવ ગુમાવ્યા છે. 

રાયપુરના SPએ દુર્ઘટના વિશે શું કહ્યું ?

Gujarati

તિબેટમાં ભૂકંપનો જોરદાર આંચકો, રિક્ટર સ્કેલ પર 5.7ની તીવ્રતા

તિબેટમાં મધ્યરાત્રિના સમય પછી ભારતીય સમય અનુસાર 2:41 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.7 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ તિબેટ ક્ષેત્રમાં નોંધાયું હતું. જોકે, હજુ સુધી કોઈ જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. માહિતી આપતાં, NCSએ કહ્યું હતું કે તેઓ આ વિસ્તારમાં થતી ભૂસ્તરશાસ્ત્રીય હિલચાલ પર સતત નજર રાખી રહ્યા છે. આ દરમિયાન, વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો સતર્ક છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

ભૂકંપ શા માટે આવે છે ?

Gujarati

હવામાન વિભાગની આગાહી મુજબ જામનગરમાં વાતાવરણમાં પલટો

હવામાન વિભાગની આગાહી મુજબ જામનગરમાં વાતાવરણમાં પલટોજોવા મળ્યો છે.જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો.ચેલા, ચંગા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો.. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો હતો .. વરસાદના કારણે ખેડૂતો ચિંતિત થયા છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
apply