Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ડોનાલ્ડ ટ્રમ્પે શિક્ષણ વિભાગને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવાના આદેશ પર કર્યા હસ્તાક્ષર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે  શિક્ષણ વિભાગને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે.જેમાં  વિકલાંગ બાળકો માટે પેલ ગ્રાન્ટ્સ અને ટાઇટલ I ભંડોળ જેવા જરુરી કાર્યક્રમો ચાલુ રહેશે. વ્હાઇટ હાઉસના ડેટા અનુસાર, છેલ્લા 40 વર્ષોમાં ભારે ખર્ચ કરવા છતાં  શિક્ષણમાં સુધારો કરવામાં નિષ્ફળ ગયો છે.વર્ષ 1979થી, યુએસ શિક્ષણ વિભાગે  259 લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો છે.તેમ  છતાં 13 વર્ષના બાળકો માટે ગણિત અને વાંચનનો સ્કોર  નીચો છે.

Gujarati

WPL ફાઇનલ 2025: દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ફાઇનલમાં આજે શનિવારે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે મેચ રમાઈ રહ્યો છે. મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે કારણ કે દિલ્હી કેપિટલ્સની મેરિઝાન કેપે મુંબઈના બંને ઓપનરોને શરૂઆતમાં જ આઉટ કરી દીધા હતા. મેગ લેનિંગની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સે WPL ફાઇનલમાં ટોસ જીતીને મુંબઈ ઇન્ડિયન્સને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હી કેપિટલ્સની ટીમે તેમની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કર્યો છે - તિતસ સાધુના સ્થાને શ્રી ચારણીને સામેલ કરી છે, જ્યારે મુંબઈની ઇલેવનમાં કોઈ ફેરફાર થયો નથી.

Gujarati

RTE એકટ હેઠળ ધો.1માં પ્રવેશ માટે રાજ્ય સરકારે આવક મર્યાદા વધારી

RTE એકટ હેઠળ ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે રાજ્ય સરકારે આવક મર્યાદામાં વધારો કર્યો છે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ આ માહિતી આપી છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂપિયા 6 લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

ગ્રામ્ય-શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને 6 લાખ થઈ  

Gujarati

રાજ્ય પોલીસ વડાના કડક આદેશ, અસામાજીક તત્વોની યાદી તૈયાર કરવા સૂચના

આગામી 100 કલાકમાં રાજ્યભરના અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આદેશ આપ્યો છે... DGPએ  તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી... જેમાં 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સુચના આપવામાં આવી છે....આ પ્રકારના તત્વો દ્વારા ઊભા કરાયેલા ગેરકાયદેસર બાંધકામ, વીજ કનેક્શન, બેંકના નાણાકીય વ્યવહાર સહિતની વિગતોની તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે..

કેવા અસામાજિક તત્વોનો આ યાદીમાં થશે ?

Gujarati

વલસાડના ભાગલ ગામે પૌરાણિક બળદગાડા-રેસ યોજાઈ, 8 સ્પર્ધકોએ લીધો ભાગ

હાલના સ્માર્ટ યુગમાં આજના યુવાનો મોબાઇલ અને ઇન્ટરનેટની ટેકનોલોજીમાં વ્યસ્ત રહે છે ત્યારે વલસાડ તાલુકાના ભાગલ ગામમાં સ્થાનિક યુવકો અને ગામના અગ્રણીઓ દ્વારા પરંપરાગત બળદગાડા રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેસનું આયોજન છેલ્લા 5 વર્ષથી ધુળેટી પર્વ નિમિત્તે કરવામાં આવે છે. જેમાં આઠ જેટલા સ્થાનિક લોકોએ બળદગાડા સાથે રેસમાં ભાગ લીધો હતો... પોતાની પરંપરા અને સ્થાનિક ખેડૂતો યુવકો દ્વારા પોતાની આ ધરોહરને જાળવી રાખવા અને સાથે જ નવી પેઢીને આ બળદગાડા અંગે જાણકારી મળી શકે તે હેતુસર આ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું... સાથે જ બળદગાડા રેસમાં વિજેતાને ટ્રોફી અને ઇનામ પણ એનાયત કરવામાં આવ્યા હતા...

Gujarati

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-4નો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે આજથી ત્રણ દિવસીય સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે... આ કાર્યક્રમમાં રાજ્ય પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી  સી. આર. પાટિલ પણ ઉપસ્થિત રહ્યા હતા... આ સમિટમાં 600થી વધુ બ્રાહ્મણ ઉદ્યોગકારો ભાગ લઈ રહ્યા છે... જ્યારે બે લાખથી પણ વધુ બ્રાહ્મણો ત્રણ દિવસ દરમિયાન આ સમિટની મુલાકાત લેશે...

Gujarati

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડથી સન્માનિત

સેન્ટ્રલ બેંકિંગ લંડન દ્વારા ભારતીય રિઝર્વ બેંકને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો છે. 'પ્રવાહ' અને 'સારથી' ડિજિટલ પહેલ માટે RBIની પસંદગી કરવામાં આવી છે. જેનાથી સેન્ટ્રલ બેંકમાં કાગળનો ઉપયોગ ઓછો થયો છે.

Gujarati

કાશ્મીર-ઉત્તરાખંડમાં હિમવર્ષા અને વરસાદ, પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. મેદાની વિસ્તારોમાં સૂર્યની ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે પર્વતીય રાજ્યોમાં હવામાનમાં પલટો આવ્યો છે. જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાથી હવામાન બદલાઈ ગયું છે. દહેરાદૂન અને ઉત્તરાખંડના આસપાસના વિસ્તારોમાં શુક્રવારે મોડી રાત્રે હળવો વરસાદ પડ્યો હતો. વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગે અગાઉ વરસાદની આગાહી કરી હતી. તે જ સમયે, જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાના ભદેરવાહમાં પણ હવામાન બદલાયું છે.

Gujarati

સુનિતા વિલિયમ્સને પાછા લાવવાનું મિશન લોન્ચ, નાસા-સ્પેસએક્સની તૈયારી

નાસા અને સ્પેસએક્સે શનિવારે આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ મથક (ISS) માટે માનવયુક્ત મિશન લોન્ચ કર્યું છે. આ અંતરીક્ષયાન નાસાના અંતરીક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પાછા લાવશે, જેઓ ગયા જૂન મહિનાથી અવકાશમાં ફસાયેલા છે. ડ્રેગન અવકાશયાને ભારતીય સમય અનુસાર શનિવારે સવારે 4.33 વાગ્યે ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટ પર ઉડાન ભરી હતી. 

સ્પેસએક્સે કહ્યું હતું કે, "ફાલ્કન 9એ ક્રૂ-10 લોન્ચ કર્યું, જે ડ્રેગનનું 14મુ માનવયુક્ત અંતરીક્ષ ઉડાન મિશન છે જે સ્પેસ સ્ટેશન પર જશે."

Gujarati

ભારતે UNમાં પાકિસ્તાનની કટ્ટરપંથી માનસિકતાની કરી નિંદા, કહ્યું: કાશ્મીર... 

પાકિસ્તાનની "કટ્ટરપંથી માનસિકતા"ની નિંદા કરતા UNમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીર મુદ્દાને ઉઠાવવાથી સરહદ પારના આતંકવાદને ન્યાયી ઠેરવી શકાય નહીં અથવા આ વાસ્તવિકતા બદલી શકાય નહીં કે આ ક્ષેત્ર ભારતનો અભિન્ન હિસ્સો હતો, છે અને રહેશે. પી. હરીશે શુક્રવારે આંતરરાષ્ટ્રીય ઇસ્લામોફોબિયા સામે લડવા માટે યોજાયેલી મહાસભાની અનૌપચારિક બેઠક દરમિયાન પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ સચિવ તહમીના જંજુઆએ ઉઠાવેલા કાશ્મીરના મુદ્દા પર પ્રતિક્રિયા આપી હતી.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
apply