AMA ખાતે ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનો ૩૫મો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો
Submitted by developer on
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનો ૩૫મો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં 2106 ડિગ્રી અને ડિપ્લોમા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં એમ.એસ. યુનિવર્સિટીના કુલપતિ વી.કે.શ્રીવાસ્તવે સમારંભનુ અધ્યક્ષ સ્થાન સંભાળ્યુ હતુ. આ પ્રસંગે તેમના હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
