અમરેલી જિલ્લાનું વિશિષ્ટ મતદાન મથક શિયાળબેટ ટાપુ
Live TV
-
75.32 હેક્ટર ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલા શિયાળબેટ ટાપુમાં 4757 મતદારો || આશરે 50 કાર્યકારીઓ આ મથકે ફરજ બજાવશે
અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ વિધાનસભા મતવિસ્તારમાં શિયાળબેટ ટાપુએ વિશિષ્ટ મતદાન મથક છે અને ત્યાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 5 બુથની વ્યવસ્થા કરવામાં આવી છે. 98-રાજુલા જાફરાબાદ વિધાનસભા મતવિસ્તારમાં આવેલા શિયાળબેટએ અરબી સમુદ્રમાં આવેલ નાનો ટાપુ છે.
શિયાળબેટએ અમરેલી જિલ્લાના કિનારે પૂર્વ બાજુએ આવેલો છે. શિયાળબેટ ગામ 75.32 હેક્ટર ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલું છે. જેમાં 832 જેટલા મકાનો છે. મોટાભાગના રહેવાસીઓ માછીમાર સમુદાયના છે. શિયાળબેટ ગામ રાજુલા વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવે છે. બોટ દ્વારા દરિયાઈ માર્ગ સિવાય આ ટાપુને મુખ્ય ભૂમિ સાથે કોઈ જોડાણ નથી. આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર, સુરક્ષા કર્મચારી, મતદાન સ્ટાફ, બૂથ લેવલ ઓફિસર વગેરે સહિત આશરે 50 કાર્યકારીઓની બનેલી પોલિંગ ટીમ ટાપુ પર બોટ દ્વારા પ્રવાસ કરે છે અને શિયાળબેટ ટાપુમાં 4757 મતદારો માટે દરેક ચૂંટણી દરમિયાન મતદાન મથકો ઉભા કરેલ છે. પંચની માર્ગદર્શિકાને અનુસરીને 5 મતદાન મથકોની સ્થાપના કરવામાં આવી છે. તમામ વૈધાનિક પ્રક્રિયાઓને અનુસરીને એક સરળ ચૂંટણી "કોઈ મતદાર બાકી રહે નહી" તેની ખાતરી કરવા માટે હાથ ધરવામાં આવે છે.
