Skip to main content
Settings Settings for Dark

ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ના પ્રથમ તબક્કામાં યોજાનાર મતદાન અંગે મહત્વની વિગતો

Live TV

X
  • મતદારોને મતદાન કરવા માટે સવારે 08.00 થી લઈને સાંજે 05.00 સુધીનો રહેશે

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ના પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજવવાનું છે. જેમાં પ્રથમ તબક્કામાં 19 જિલ્લા(કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત)માં મતદાન યોજાશે. આ ચુંટણીમાં કુલ 89 બેઠક માટે મતદાન યોજવવાનું છે. જેમાં 718 પુરૂષ ઉમેદવાર અને 70 મહિલા ઉમેદવાર મળીને કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. આ દોડમાં માત્ર ભાજપ, કોંગ્રેસ અને આપ જ નહીં પરંતુ વિવિધ 39 રાજકીય પક્ષો ચુંટણી જીતવાની હોડમાં મેદાનમાં સામસામાં ઉતર્યા છે.  

    જો મતદારોની વાત કરીએ તો 1,24,33,362 પુરૂષ મતદારો અને 1,1,5,42,811 મહિલા મતદારો તેમજ 497 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. આમ કુલ મતદારોની સંખ્યા 2,39,76,670 છે. 18 થી 19 વર્ષની વયના મતદારો એટલે કે ફર્સ્ટ ટાઈમ વોટરની સંખ્યા 5,74,560 છે, જે આ ચુંટણીના નિર્ણયમાં મહત્વનો ભાગ ભજવવાના છે. તેમજ NRI મતદારોની કુલ સંખ્યા 163 છે, જેમાં 125 પુરુષ અને 38 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. વયોવૃદ્ધ મતદાનની વાત કરીએ તો, 99 વર્ષથી વધુ વય ધરાવતા મતદારોની સંખ્યા 4,945 છે. સેવા મતદારોમાં કુલ 9,606 મતદારોએ નોંધણી કરાવી છે. જેમાં 9,371 પુરૂષ અને 235 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. 

    3,311 શહેરી વિસ્તારો અને 11,071 ગ્રામ્ય વિસ્તારો મળીને મતદાન મથક સ્થળો 14,382 છે. જેમાં 9,014 શહેરી વિસ્તારોમાં અને 16,416 ગ્રામ્ય મતદાન મથકો મળીને કુલ 25,430 મતદાન મથકોનો સમાવેશ થાય છે. મોરબીની 65-મોરબીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ તથા, સુરતના લિંબાયતમાં 44 ઉમેદવારો હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે.

    વિશિષ્ટ મતદાન મથકો જોઈએ તો, 89 મોડલ મતદાન મથકો બનાવ્યા છે. જેમાં 89 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો, 89 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો, 611 સખી મતદાન મથકો, 18 યુવા સંચાલિત મતદાન મથકોનો સમાવેશ થાય છે. 

    મતદાન કરવા માટેના EVM-VVPATની સંખ્યા 34,324 BU, 34,324 CU અને 38,749 VVPAT રહેશે. મતદાનના સમયે કર્મચારીઓ ઊભા પગે ફરજ બજાવતા હોય છે. આવા મતદાન સ્ટાફની વિગત જોઈએ તો કુલ 1,06,963 કર્મચારી/અધિકારી વિવિધ બૂથ પર તૈનાત રખાશે. જેમાં 27,978 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને 78,985 પોલીસ સ્ટાફનો સમાવેશ થાય છે. 

    વોટર ઈન્ફોર્મેશન સ્લીપનું વિતરણ તમામ 19 જિલ્લાઓમાં થશે. તેમજ 1 ડિસેમ્બરના રોજ ઉદ્યોગો-ધંધાના કામદારોને સવેતન રજા આપવામાં આવશે. મતદારોને મતદાન કરવા માટે સવારે 08.00 થી લઈને સાંજે 05.00 સુધીનો રહેશે.

    મતદારો માટે ઉપયોગી વેબસાઈટ્સ

    1.    National Voters Service Portal (NVSP) - www.nvsp.in

    • મતદાર યાદી ડાઉનલોડ કરવા અને મતદાર યાદીમાં પોતાનું નામ શોધવા માટે
    • e-EPIC ડાઉનલોડ કરવા માટે
    • તમારા મતવિસ્તારની વિગતો જાણવા માટે
    • તમારા વિસ્તારના BLO અને મતદાન નોંધણી અધિકારીની વિગતો મેળવવા માટે

    2.    મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાતની વેબસાઈટ – ceo.gujarat.gov.in

    • ઉમેદવારોના ફોટોગ્રાફ્સ, શૈક્ષણિક લાયકાત, મિલકતો અને ગુનાહિત ઈતિહાસ સહિતની માહિતી મેળવવા માટે
    • મતદાન મથકોની યાદી અને મતદાર યાદી સંબંધિત માહિતી મેળવવા માટે

    મતદારો માટે ઉપયોગી મોબાઈલ ઍપ

    1.    Voters Helpline App

    •  પોતાનું મતદાન મથક શોધવા માટે
    • ઉમેદવારની માહિતી મેળવવા માટે
    • તબક્કાવાર ચૂંટણી પરિણામો જાણવા માટે
    • EVM વિશેની વિગતો મેળવવા માટે

    2.    Know Your Candidate:

    • ઉમેદવારોના ફોટોગ્રાફ્સ, શૈક્ષણિક લાયકાત, મિલકતો અને ગુનાહિત ઈતિહાસ સહિતની માહિતી મેળવવા માટે

    3.    c-VIGIL App:

    • આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવવા

    4.    PwD App:

    • દિવ્યાંગ મતદાર તરીકે નોંધણી કરાવવા
    • વ્હિલચેરની સુવિધા મેળવવા માટે
    • પોતાના મતદાન મથકનું સ્થળ જાણવા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply