Skip to main content
Settings Settings for Dark

સીંગલ વિન્ડો સીસ્ટમની તેમજ EMMCની જનરલ ઓબ્ઝર્વરએ લીધી મુલાકાત

Live TV

X
  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત જાહેરસભા-સરઘસ, રેલી, યાત્રા, લાઉડ સ્પીકર, વાહન તેમજ જિલ્લા કક્ષાએ  હેલીકોપ્ટર અને હંગામી કાર્યાલય ઉભુ કરવા સહીતની ચૂંટણીલક્ષી પરવાનગીઓ એક જ સ્થળેથી સમયસર મળી રહે તે માટે સિંગલ વિન્ડો સીસ્ટમ ઉભી કરવામાં આવી છે. આ સીંગલ વિન્ડો સીસ્ટમની તેમજ EMMCની જનરલ ઓબ્ઝર્વર અલકા શ્રીવાસ્તવ (આઇ.એ.એસ)એ મુલાકાત લીધી હતી.

    જનરલ ઓબ્ઝર્વર અલકા શ્રીવાસ્તવે સીંગલ વિન્ડો સીસ્ટમ ખાતે નિભાવવામાં આવતા રજીસ્ટરો સહિતની મંજૂરી અર્થે હાથ ધરાતી કામગીરી નિહાળી હતી. આ તકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી લલીતભાઈ પટેલે તેમને સીંગલ વિન્ડો સીસ્ટમમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના અધિકારીઓનો પરિચય આપી તેમના દ્વારા અત્યાર સુધીમાં આપવામાં આવેલ ચૂંટણી સંદર્ભેની વિવિધ મંજુરીઓ તેમજ તેની પ્રક્રિયા સબંધિત કામગીરીથી વાકેફ કર્યા હતા. ઓબ્ઝર્વરએ આ તકે પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયામાં આવતા પેઈડ ન્યૂઝ – જાહેરખબરના ખર્ચ ઉપર ધ્યાન રાખવા માટે શરૂ કરવામા આવેલ ઇલેકટ્રોનિક મીડિયા મોનીટરીંગ કંટ્રોલ રૂમ (EMMC)ની પણ મુલાકાત લઈ EMMC ની કામગીરીનું રસપૂર્વક નિરીક્ષણ કરી ચૂંટણી સંબંધિત MCMC અને EMMC કમીટીઓ, જાહેરખબર, પેઇડ ન્યુઝ સહિતની જરૂરી જાણકારી મેળવી હતી.

    MCMCના સભ્ય સચિવ અને નાયબ માહિતી નિયામક એચ. બી. દવેએ ચૂંટણી નિરીક્ષક અલકા શ્રીવાસ્તવને EMMC, MCMC સમિતિની કામગીરીની વિગતો આપી આ માટે નિભાવવામાં આવી રહેલા રજીસ્ટરો, પત્રકો તેમજ ખર્ચ સબંધિત મોકલવામાં આવતા પત્રકો સહિતની EMMC ની કામગીરીથી તેમને વાકેફ કર્યા હતા. જનરલ ઓબ્ઝર્વર અલકા શ્રીવાસ્તવની મુલાકાત દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી લલીતભાઈ પટેલે સીંગલ વિન્ડો સીસ્ટમ, ટોલ ફ્રી ૧૯૫૦ હેલ્પલાઈન નંબર અને EMMC ની કામગીરી સહિતની બાબતોથી ઓબ્ઝર્વરને અવગત કર્યા હતા.

    જનરલ ઓબ્ઝર્વરની આ મુલાકાત દરમિયાન સીંગલ વિન્ડો સીસ્ટમના ઉપસ્થિત સબંધિત વિભાગના અધિકારીઓ, માહિતી કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેર સુશીલ ક્રિશ્ચયન સહિતના માહિતી કચેરીના કર્મચારીઓ, EMMCના સભ્યો અને મોનીટરીંગ કરી રહેલા કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply