Skip to main content
Settings Settings for Dark

અરુણ ગોયલ ભારતના નવા ચૂંટણી કમિશનર

Live TV

X
  • ગોયલનો વિશાળ અને વૈવિધ્યસભર વહીવટી અનુભવ ચૂંટણી પ્રક્રિયાને વધુ સમાવિષ્ટ, સુલભ અને સહભાગી બનાવવા માટે કમિશનના પ્રયાસોને વધુ મજબૂત કરશે: રાજીવ કુમાર

    અરુણ ગોયલે આજે ભારતના નવા ચૂંટણી કમિશનર (EC) તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, જેઓ હાલમાં નેપાળમાં તેમની ચાલી રહેલી રાષ્ટ્રીય ચૂંટણીઓ માટે આંતરરાષ્ટ્રીય નિરીક્ષક તરીકે છે, તેમણે વ્યક્તિગત રીતે અરુણ ગોયલને તેમની નિમણૂક પર ફોન કરીને અભિનંદન આપ્યા હતા. ચૂંટણી પંચમાં તેમનું સ્વાગત કરતાં કુમારે જણાવ્યું હતું કે ગોયલનો વિશાળ અને વૈવિધ્યસભર વહીવટી અનુભવ ચૂંટણી પ્રક્રિયાને વધુ સમાવિષ્ટ, સુલભ અને સહભાગી બનાવવા માટે કમિશનના પ્રયાસોને વધુ મજબૂત કરશે.

    અરુણ ગોયલ, IAS (પંજાબ કેડર - 1985 બેચ)નું ભણતર જોઈએ તો, ચર્ચિલ કોલેજ, યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ, ઈંગ્લેન્ડમાંથી ડિસ્ટિંકશન સાથે વિકાસ અર્થશાસ્ત્રમાં અનુસ્નાતક તેમજ M.Sc. ગણિત કરેલ છે. 

    ભારત સરકારમાં કરેલ કાર્યકાળ જોવા જઈએ તો, સચિવ- ભારે ઉદ્યોગ મંત્રાલય 2020 - 2022 દરમ્યાન સેવા પૂરી પડી છે. તેમજ પંજાબ સરકાર સાથે અગ્ર સચિવ (પાવર અને સિંચાઈ) 2010, અગ્ર સચિવ (આવાસ અને શહેરી વિકાસ) 2007 - 2009, સચિવ- ખર્ચ વિભાગ 2006, મેનેજિંગ ડિરેક્ટર- પંજાબ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ 2003 - 2005 તરીકે સેવ આપેલ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply