નર્મદા જિલ્લાના EMMC-MCMC સેન્ટરની જિલ્લાના ચૂંટણી અધિકારી દ્વારા મુલાકાત
Live TV
-
EMMC-ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટર || MCMC-મીડિયા સર્ટિફિકેશન મોનિટરિંગ કમિટી
વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી કમિશન દ્વારા દરેક પક્ષના ચૂંટણી પ્રચાર ઉપર નજર રાખવમાં આવી રહી છે. દરેક પક્ષ આદર્શ આચાર સંહિતાનુ અમલીકરણ કરે એ જરૂરી છે. તે માટે ચૂંટણી કમિશન દ્વારા દરેક જિલ્લામાં ખાસ મોનીટરીંગ સેલ બનાવમાં આવ્યા છે. EMMC(ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટર)-MCMC(મીડિયા સર્ટિફિકેશન મોનિટરિંગ કમિટી) બનાવમાં આવ્યા છે. આ સેલ દર 2 કલાકે જવાબદાર સત્તાને ચુંટણી બાબતના રિપોર્ટ મોકલે છે. ચુંટણી પૂર્ણ થયા પછી આ સેલ એક અહેવાલ બનાવી કમિશનને સબમિટ કરે છે.
નર્મદા જિલ્લાના EMMC-MCMC સેન્ટરની મુલાકાત જિલ્લાના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકર શ્વેતા તેવટીયાએ લીધી હતી, સાથે સેન્ટરની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. અને મીડીયા સેન્ટરમાં ચૂંટણીલક્ષી પ્રદર્શિત કરાયેલી વિવિધ આંકડાકીય વિગતો રસપૂર્વક નિહાળી હતી અને જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું.
