Skip to main content
Settings Settings for Dark

ઉ. પ્રદેશ અને પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાનો આરંભ થયો

Live TV

X
  • ઉત્તર પ્રદેશ વિધાનસભાની 20મી ફેબ્રુઆરીએ યોજાનારી ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 59 બેઠકો માટે મતદાન થશે. પંજાબમાં 20મી ફેબ્રુઆરીએ એક તબક્કામાં 117 બેઠકોની ચૂંટણી યોજાશે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ત્રીજા તબક્કાની અને પંજાબમાં એક તબક્કામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પડતાં ઉમેદવારીપત્રો ભરવાનો આરંભ થયો છે.

    ઉત્તર પ્રદેશ વિધાનસભાની 20મી ફેબ્રુઆરીએ યોજાનારી ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 59 બેઠકો માટે મતદાન થશે. એવી જ રીતે પંજાબમાં 20મી ફેબ્રુઆરીએ એક તબક્કામાં 117 બેઠકોની ચૂંટણી યોજાશે. બંને રાજ્યોની આ ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાનો છેલ્લો દિવસ પહેલી ફેબ્રુઆરી છે. બીજી ફેબ્રુઆરીએ તેમની ચકાસણી થશે, જ્યારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ચોથી ફેબ્રુઆરી છે.

    દરમિયાન ઉત્તર પ્રદેશ વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારીપત્રોની ગઈકાલે ચકાસણી કરાઈ હતી. જેમાં 152 ઉમેદવારીપત્રો રદ્દ કરાયા હતા અને 658 ઉમેદવારીપત્રો માન્ય ઠર્યા છે. જોકે, ઉમેદવારીપત્રો પાછાં ખેંચવાની છેલ્લી તારીખ 26મી જાન્યુઆરી હોવાથી 58 બેઠકો માટે કેટલાં ઉમેદવારો ચૂંટણી જંગમાં છે તે ચિત્ર ગુરુવાર સ્પષ્ટ થશે.

    ઉલ્લેખનીય છે કે, ચૂંટણીપંચે 31મી જાન્યુઆરી સુધી ચૂંટણી રેલી કે રોડ-શો યોજવા ઉપર પ્રતિબંધ મૂક્યો હોવાથી ચૂંટણી પ્રચાર ડિજીટલ સ્વરૂપે થઈ રહ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply