ચૂંટણી પંચે રાજકીય પક્ષોને આપવામાં આવતાં રોકડ નાણાની મર્યાદા નક્કી કરવાનું કર્યું સૂચન
Live TV
-
ચૂંટણી પંચે રાજકીય પક્ષોને આપવામાં આવતાં રોકડ નાણાની મર્યાદા નક્કી કરવાનું સૂચન કર્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે કાયદામંત્રી કિરણ રિજિજ્જુને લખેલા પત્રમાં પારદર્શિતા અને જવાબદારી વધારવા માટે કેટલાંક સુધારા સૂચવ્યા છે.સત્તાવાર સુત્રોનાં જણાવ્યા પ્રમાણે ચૂંટણી પંચે બેનામી રાજકીય દાનની મર્યાદા 20 હજાર રૂપિયાથી ઘટાડીને બે હજાર રૂપિયા અને વધુમાં વધુ 20 ટકા અથવા 20 કરોડ રૂપિયા સુધી મર્યાદિત રાખવાની દરખાસ્ત કરી છે. આ સાથે દરેક ઉમેદવારે ચૂંટણી હેતુઓ માટે એક અલગ બેંક ખાતુ ખોલાવવું તથા તે દ્વારા તમામ ખર્ચ અને રસીદનો વહીવટ કરવો જોઈએ તથા આ વિગતો તેમના ચૂંટણી ખર્ચના ખાતામાં રજૂ કરવી જોઈએ, તેમ પણ કહ્યું છે. આ દરખાસ્તોનો ઉદ્દેશ રાજકીય પક્ષો દ્વારા પ્રાપ્ત કરવામાં આવતાં દાનમાં અને ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચમાં સુધારા તથા પારદર્શિતા લાવવાનો છે.
