Skip to main content
Settings Settings for Dark

ચુંટણી પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 19 અને 20 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે

Live TV

X
  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા 18 નવેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે

    રાજ્યમાં ચુંટણીનો માહોલ બરાબર ગરમાયો છે. બધી પાર્ટી પોતાનું એડી ચોટીનું જોર લગાવી રહી છે. એવામાં ભાજપ બાજુથી ચૂંટણી પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 અને 20 નવેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે. તેઓ 19 નવેમ્બરે દક્ષિણ ગુજરાતના વાપીમાં રોડ શૉ અને વલસાડમાં જંગી જનસભા સંબોધશે. તો 20 નવેમ્બરે તેઓ સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરશે. આ દિવસે તેઓ વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં જનસભા સંબોધશે. 
    2 દિવસીય પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી 6 વિધાનસભામાં 6 જનસભા સંબોધશે. તો બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા 18 નવેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે. અહીં તેઓ સોમનાથ, સુરતની ચોર્યાસી અને રાજકોટની પૂર્વ વિધાનસભામાં ચૂંટણી સભાઓ ગજવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply