ભાજપ સરકારના NRI સમર્થકોની એક ટીમનુ ગુજરાતમા આગમન, બીજી ટીમ અઠવાડિયામાં આવશે
Live TV
-
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારનો માહોલ જામી રહ્યો છે. દરેક પક્ષ દ્વારા મતદાન અગાઉ મતદારોને રીઝવવા માટે પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યારે ભાજપ સરકારના NRI સમર્થકોની એક ટીમનુ ગુજરાતમા આગમન થયું છે. આ 80 સભ્યો જરૂરિયાત અનુસાર ઉમેદવારોને ચુંટણીમાં મદદ કરવા પ્રચાર કરશે. જ્યારે એક અઠવાડિયામાં બીજી ટીમનું આગમન થશે અને તેઓ સમર્થકો સાથે પ્રચારમાં જોડાઇ જશે.
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસમા ભારત વતી રજીસ્ટાર એવા ડો. વાસુદેવ પટેલે ગાંધીનગરના પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતેથી વિગતો આપી હતી. હવે સમય જ કહેશે કે NRI સમર્થકોથી પાર્ટીને કેટલો ફાયદો થયો.
