દાદરાનગર હવેલીમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો ચૂંટણી પ્રચાર
Live TV
-
સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં લોકસભાની ખાલી પડેલી બેઠક માટે પેટાચૂંટણી યોજાવાની છે જેને લઈ રાજકીય પક્ષોનો ચૂંટણીપ્રચાર તેજ બન્યો છે. ભાજપ,શિવસેના, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવાર વચ્ચે ચૂંટણીજંગ જામશે. ભાજપના ઉમેદવાર મહેશ ગાવિતના ચૂંટણી પ્રચાર માટે કેન્દ્રના અને ગુજરાતના ભાજપના નેતાઓ સંઘપ્રદેશમાં ચૂંટણી પ્રચારમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ચૂંટણીપ્રચાર માટે દાદરાનગર હવેલી પહોંચ્યા હતા. સેલવાસમાં મહારાષ્ટ્રીયન સમાજના યોજાયેલા સંમેલનમાં સી.આર.પાટીલે સંબોધન કર્યુ હતું. સી.આર.પાટીલે પોતાના સંબોધનમાં ભાજપના ઉમેદવાર મહેશ ગામિત માટે સમર્થન માગ્યુ હતું. ગુજરાતમાં ચૂંટણી માટે ભાજપે પેજ કમિટી અભિયાન ચલાવ્યુ હતું અને પેજ કમિટી અભિયાન થકી ગુજરાતમાં ભાજપને ફાયદો મળ્યો હતો. સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં ચૂંટણી આવી ગઈ છે અને ભાજપમાં પેજકમિટી બની નથી જેને લઈ સી.આર.પાટીલે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓને પેજ કમિટી બનાવીને ચૂંટણી લડવા માટે સૂચન કર્યું છે. સંઘપ્રદેશમાં ચૂંટણીપ્રચાર માટે પહોંચેલા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભાજપના જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. સેલવાસમાં યોજાયેલા કાર્યક્રમમાં સહપ્રભારી ગણપત વસાવા,સેલવાસ નગરપાલિકાના પ્રમુખ સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
